Abtak Media Google News

સૌરાષ્ટ્રનું મેડીકલ હબ બની ગયેલા રાજકોટમાં હાલમાં અનેક સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ન્યુરો સર્જરીમાં પાયોનીયર ગણાતા ડો. રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા શહેરનાં યાજ્ઞીક રોડ પર રાજસુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. હવે, આ હોસ્પિટલ ડો. રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત યંગ જનરેશનના ન્યુરો સર્જન ડો. પુનિત ત્રિવેદીની સેવાઓ પણ ઉપલબ્ધ બની છે. અમદાવાદની વી.એસ.મેડીકલ કોલેજમાંથી જનરલ સર્જરીમાં એમ.એસ. કરનારા ડો. પુનિત ત્રિવેદીએ સિકંદરાબાદની ક્રિશ્ર્ના ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાંથી ન્યુરો સર્જરીમાં ડી.એન.બી.ની. ડીગ્રી મેળવી છે.

Advertisement

ડો. પુનિત ત્રિવેદીને મગજ અને સ્પાઈન સંબંધીત લગભગ ૨૦૦૦થી પણ વધારે સર્જરીઝ કરવાનો બહોળો અનુભવ છે. ડો. ત્રિવેદી, મગજ અને કરોડરજજુ સર્જરી અંતર્ગત કરવામાં આવતા વિવિધ ઓપરેશન્સ જેવા કે, મગજની નસોની તકલીફો મગજની નસોની મોરલી (ફુલાઈજવી) મગજની તથા કરોડરજજુની ગુંચવાઈ ગયેલ નર્સોની સર્જરી, મગજની એન્ડોસ્કોપી મગજ અને કરોડરજજુમાં થયેલ ગાંઠ (ટયુમર)ની સર્જરી, સ્ટરીઓટેકટીક પ્રોસિજર્સ, વાઈઆંચકી માટેના ઓપરેશન, કરોડ રજજુને લગતી સર્જરીઝ સી.વી.જંકશન, સર્વાઈકલ એન્ટીરીયર એન્ડ પોસ્ટીરીયર ફયુઝન્સ, ડોરસલ એન્હ લંબર ફયુઝન્સ સ્ટેબિલાઈઝેશન, મગજ અને કરોડરજજુમાં થયેલ ગંભીર ઈજા માટેની સર્જરી, મણકાની ગાદી ખસી જવી, મણકાનો ટીબી અને બળકોમાં મગજને લગતી સર્જરીઝ વિગેરેમાં મહાસ્થ ધરાવે છે.

મગજને લગતી સર્જરીઝમાં ખૂબ નિપૂર્ણતા અને સિધ્ધહસ્ત હોવા ઉપરાંત ડો. પુનિત આ ક્ષેત્રમાં નવીન મેડિકલ અપડેટસથી માહિતગાર રહે છે. અને તેમના ઘણા રિસર્ચ પેપર્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં પ્રસ્તુત પણ થયા છે.તેમને હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલ ખાતે ૧ વર્ષની ફેલોશીપ રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ, ૨ વર્ષ ક્ધસલ્ટન્ટ ન્યુરો સર્જન તરીકે બહોળો અનુભવ ધરાવે છે. તેમને  નેશનલ કોન્ફરન્સ હૈદરાબાદ બે રેર કેસિઝ પર હૈદરાબાદ ખાતે વિશેષ પ્રેઝન્ટેશન પેપર પ્રેઝેન્ટેશન- ગજજઈં અઙછઈંક ૨૦૧૬શ્રી નગર ઈન્ડોજાપાન ન્યુરોસર્જિકલ મિટ હૈદરાબાદ માર્ચ ૨૦૧૮ પ્રેઝન્ટેશન્સ આપેલા છે. હાલમાં ડો. પુનિત ત્રિવેદી ક્ધસલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન તરીકે ફુલટાઈમ સેવાઓ રાજ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, રાજકોટ ખાતે ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.