Abtak Media Google News

માનવ સેવા એજ પ્રભુ સેવા અને દર્દી દેવો ભવ: ના સૂત્રને ખરા અર્થ માં ચરિતાર્થ કરવાના ભાગરૂપે રાજકોટ શહેરની જાણીતી સેવાકીય સંસ્થા યુવા સેના ટ્રસ્ટ દ્વારા ગરીબ-જરૂરીયાતમંદ દર્દી ઓ માટે અધતન અને અતિ કિંમતી એવા વિવિધ પ્રકારના નિ:શુલ્ક મેડિકલ સાથેનોની સુવિધા કોઈપણ જાતનું ભાડું (ચાજીસ) લીધા વિના તદન નિ:શુલ્કપણે ઉપલબ્ધ છે. માત્ર ડિપોઝીટ જમા કરાવ્યેથી સંસ્થાના કાર્યાલય સેવા ભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં.4, અંકુર વિદ્યાલય મેઈન રોડ, ગુરુપ્રસાદ ચોક પાસે રાજકોટ ખાતેથી મેડિકલ સાધનો મળી શકે છે. ડિપોઝીટની રકમ સાધન પરત કર્યો તુરત જ પાછી આપવામાં આવે છે. મેડીકલ સાધન પાછા આપવા આવો ત્યારે અમો તમારી પાસેથી મેડીકલ સાધનનું કોઈપણ પ્રકારનું ડોનેશન માંગતા નથી. આ મેડિકલ સાધનોની સેવા દરરોજ સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 સુધી ચાલુ હોવાનું તેમજ રવિવારે કાર્યાલય બંધ રહેશે તેમજ એકલા રહેતા માબાપોને તેમજ જેમની આગળ પાછળ કોઈ ન હોય તેઓને મેડીકલ સાધન તેમના ઘરે પહોંચાડવામાં આવશે તેમ પ્રમુખ  પ્રધ્યુમનસિંહ ઝાલાએ જણાવ્યું છે. વિશેષમાં જણાવવાનું એક આપના જન્મદિન નિમિતે તથા આપના સ્વજનોની પુણ્યતિથિ નિમિતે તથા કોઈપણ શુભ પ્રસંગે આપ આપની યાદગીરી રૂપે અમોને મેડીકલ સાધનો દાનમાં આપી શકો છો. અથવા રોકડ અનુદાન પણ આપી શકો છો. આવા અત્યાધુનિક મેડિકલ સાધનોમાં વોટરબેડ, એરબેડ, વ્હીલચેર, ઓર્થોપેડીક પલંગ, નેબ્યુલાઈઝર, બેડપાન, વોકર, ગરમ પાણીની શેકની કોથળી તથા ઈલેક્ટ્રીક શેકની કોથળી, પ્લાસ્ટીક બેડ પેન, ટોયલેટ ચેર, પ્લાસ્ટીક યુરીનપોટ, કમર બેલ્ટ, નેક બેલ્ટ, હાથ-પગના મોજા, ઓકિસજન સિલિન્ડર, ઓકિસજન ફલોમીટર કીટ, પેરાલીસીસ સ્ટીક, સક્શન મશીન, સ્ટીમ ઈન્ટેલર, મસાજર, પલ્સ ઓકિસમીટર તથા દરેક પ્રકારના પટ્ટા વિગરે અનેક પ્રકારના મેડિકલ, સર્જીકલ સાથેનો જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપલભ્ય છે. વિશેષ્માં આવા અત્યાધુનિક સાધનોનો વધુ ને વધુ જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઈ શકે તે યુવા સેના ટ્રસ્ટનો ઉદ્દેશ છે તથા આપની પાસે ઉપરોકત મેડિકલ સાધનો તમારે ત્યાં બીનઉપયોગી પડેલ હોય તેવા કોઈપણ મેડીકલ સાધનો અમારી સંસ્થાને દાન આપી શકો છો. ઉપરોકત સરનામે અથવા પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલા મો. નં. 99133 10100 નો સંપર્ક કરી જમા કરાવી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.