Abtak Media Google News

જામકંડોરણા તાલુકાના  જસાપર ગામે  જસાપર ની ગોલાય પાસે આવેલા દાળમા દાદા ની મંદિર ની બાજુ મા રહેણાંક ઘરમાં બહાર થી લોકોને બોલાવી ને મહેશ ઉર્ફે ગોધીયો જુગાર નો અખાડો ચલાવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ના આધારે જામકંડોરણા પોલીસ દ્વારા જુગાર ની રેડ પાડી હતી.

Advertisement

આ રેડ દરમ્યાન મહેશભાઇ ઉર્ફે ગોધીયો ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ મઢવી રહે.જસાપર  પ્રદિપભાઇ ઉર્ફે પ્રવીણભાઇ ઉર્ફે પવો કાનજીભાઇ ચુડાસમા  રહે. જામકંડોરણા   રફીકભાઇ અબ્બાસભાઇ  રહે. જામકંડોરણા  ઇન્દ્રજીતસિંહ ઉર્ફે રાજદીપસિંહ દીલુભા જાડેજા રહે.જામકંડોરણા   મહમદભાઇ ઉર્ફે પીતાંબરભાઇ ખમીશાભાઇ ઠેબા રહે જામકંડોરણા   સલીમભાઇ રજાકભાઇ ધાંચી રહે ધોરાજી   સિકંદરભાઇ વલીભાઇ પાલા  રહે.ધોરાજી જુગાર રમતા ઝડપાયેલા હતા

જુગાર ની રેડ મા  રોકડ રકમ 1 33 700 સાથે મોબાઇલ વાહન મળી કુલ  2 71 200 નો મુદામાલ ઝડપાયો હતો    જામકંડોરણા પોલીસ સ્ટેશન ઈનચાર્જ પીએસઆઈ જી. જે ઝાલા એ તમામ જુગારીઓ પાસેથી  મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.