Abtak Media Google News

સવારે 8:17 કલાકે ભચાઉમાં 1.6 અને 9:13 કલાકે દાદરાનગર હવેલીમાં 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

રાજ્યમાં એકબાજુ વરસાદી માહોલ અને બીજીબાજુ ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજે સવારે 8:17 કલાકે ભચાઉમાં 1.6 અને 9:13 કલાકે દાદરાનગર હવેલીમાં 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ ભૂકંપના સાત આંચકા અનુભવાયા હતા.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ગઈકાલે બપોરે 1:19 કલાકે કચ્છના ફતેહગઢથી 13 કિમી દૂર 2.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સાંજે 7:29 કલાકે કચ્છના ભચાઉથી 13 કિમી દૂર 3.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 11:18 કલાકે વલસાડથી 47 કિમી દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

ફરી રાતે 11:59 કલાકે કચ્છના રાપરથી 11 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 12:54 કલાકે કચ્છના ફતેહગઢથી 8 કિમી દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે 8:17 કલાકે કચ્છના ભચાઉથી 6 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયુ હતું અને સવારે 9:13 કલાકે દાદરાનગર હવેલીમાં 2.7ની તીવ્રતાના આંચકો આવ્યા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.