Abtak Media Google News

હુમલો કરી તેના હાથ-પગ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે કૂતરાને મારી નાખવાની બાબતનો ઠપકો આપતા એક યુવાનને મહિલાએ કપડા ફાડી પોલીસ કેસમાં સંડોવી દેવાની ધમકી આપ્યાનું જાહેર થયું છે. ઉપરાંત એક શખ્સને હિન્દુ સેનાના પ્રમુખ સહિતના વ્યક્તિઓએ ઢીકાપાટુથી ધોકાવ્યાનું પોલીસ દફતરે નોંધાયું છે.

જામનગરના નદીપા વિસ્તારમાં રહેતો નવાઝખાન જાવિદખાન સોલંકી નામનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો શખ્સ રવિવારની રાત્રે પોતાના મિત્રો સાથે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ નજીકની જય માતાજી હોટલે જમવા માટે આવ્યો હતો ત્યાં રાત્રે દસેક વાગ્યે મોટરમાં ધસી આવેલા ઈકબાલ નાયક ઉર્ફે બાઠિયા તથા તેની સાથેના છ શખ્સોએ તે અમારી વિરૃદ્ધ અગાઉ કેમ ફરિયાદ કરી હતી અને તું બીજા સાથે કેમ કામ કરે છે? તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.

ત્યાર પછી ઈકબાલ, તેની સાથે આવેલા મહેબુબ ખફી, એલિયાશ ખફી, વસીમ, હુસેન, હસન ખફી, હનીફઅલી ભીંડા ઉર્ફે ભના નામના શખ્સોએ પાઈપ વડે માર મારી જમણો પગ તથા ડાબો હાથ ભાંગી નાખ્યા હતા. ઈજાગ્રસ્તને મોડીરાત્રે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર એન.એમ. લૈયા તથા મગનભાઈ ચનિયારાએ તેનું નિવેદન નોંધી પોલીસને જાણ કરી હતી.

પંચકોશી-એ ડિવિઝનના પીએસઆઈ એચ.બી. ગોહિલે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં રહેતા ડેનિયલ આનંદરાવ ગવઈને ગઈકાલે સાંજે જામનગરના ન્યાયાલયના પટાંગણમાં હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ તથા પાંચ અજાણ્યા વ્યક્તિઓએ રોકી તે જજ સામે કેમ ફરિયાદ કરી છે? તેમ પૂછયું હતું જેના જવાબમાં ડેનિયલે આ કાયદાકીય લડત છે, તેમાં તમારે કાંઈ લેવા-દેવા નથી તેવું કહેતા ઉપરોક્ત છએય વ્યક્તિઓએ ઢીકાપાટુ વડે માર મારી ડેનિયલને ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાની સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામકલ્યાણપુરના હાબરડી ગામના કરશન કલાભાઈ ચાવડાના લગ્ન લાલપુર તાલુકાના જોગવડ ગામના રાણીશીપ વિસ્તારમાં રહેતા ગોવાભાઈ આલાભાઈ પરમારની પુત્રી સાથે થયા પછી થોડા દિવસોથી કરશનભાઈના પત્ની પિયર ચાલ્યા ગયા હોય ગઈકાલે કરશનભાઈ, તેમના પિતા કલાભાઈ અને દાદા તેણીને લેવા માટે જોગવડ આવ્યા હતા.

આ વેળાએ બોલાચાલી થતા આ ત્રણેય વ્યક્તિઓ પર ગોવાભાઈ, નાગેશ પરમાર, લખમણ ગોવા, રાણા આલા પરમારે હુમલો કરી બચકા ભર્યા હતા અને ઈંટોના છૂટા ઘા કર્યા હતા. આ બાબતની કરશનભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.માટે આગોતરા આયોજનની મોટી મોટી વાતો જ થઈ હોવાનું અને કોઈપણ જાતનું આગોતરૃ આયોજન કરવામાં આવ્યું નથી તેવું ફલિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.