Abtak Media Google News

વર્ષા પરિસંવાદોના વરતારા બંધ કરવા વિજ્ઞાન જાથાની ચેતવણી

વર્તમાન સમયમાં ઋતુચક્રમાં ઘરખમ ફેરફારો વિશ્ર્વના લોકો નજરે જોવે છે. કુદરત સામે વિજ્ઞાન પણ કયારેક લાચાર બની જાય છે છતાં સંશોધનો અવિરત ચાલુ છે. વિજ્ઞાન સતત માનવ કલ્યાણકારી સંશોધનો સાથે કુદરતનો કરિશ્મા જાણવા સતત પ્રયાસ કરે છે ત્યારે વરસાદના વરતારા કરનારા પાસે એક પણ વિજ્ઞાન માન્ય ઉપકરણ ન હોવાના કારણે છેલ્લા ૧૭ વર્ષથી વરતારા ખોટા પડે છે. આ વર્ષે મે-જુન-૧૮માં વરસાદ, સામાન્ય, વાવણીલાયક, વાવાઝોડું, કુદરતી આપતિ વગેરે આગાહીઓનું કડડભુસ થયું છે. તેથી વરસાદના વરતારા સાથે વર્ષા પરિસંવાદો કાયમી બંધ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની આખરી ચેતવણી છે.

Advertisement

જામનગર જિલ્લાના નિકાવા ગામે વરસાદના વરતારાનો ફિયાસ્કો થયો. પ્રથમ ચરણના તમામ વરતારા ખોટા પડયા, વરતારાની હોળી, દફનવિધી સાથે ઉઠમણું-બેસણું રાખી સુત્રોચ્ચાર સાથે ભ્રમિત અવૈજ્ઞાનિક વરતારાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વરતારા કરનારા કદી પણ શહેર-જિલ્લા કે ગામનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. મનની સ્ફુરણા પ્રમાણે તારીખો જેટલા વરતારા કરનારા એટલી જાહેરાત કરવામાં આવે છે. જો અને તો ના ફળકથનો રાખી લોકોના માથા ઉપર વરતારા ઠોકી દેવામાં આવે છે. ૨૧મી સદીમાં વરતારા સંપુર્ણ અપ્રસ્તુત છે. વરતારાને બોગસ, તિકકડમનું બિ‚દ મળ્યું છે ત્યારે વરતારા બંધ થઈ જાય તો સમાજ-ખેડુતને કશું જ નુકસાન નથી. વર્તમાન વરતારા માત્ર પોતાની પ્રસિદ્ધિમાં જાહેર કરવામાં આવે છે. જાથાએ વરતારા કરનારાને લાલબતી બતાવી બંધ કરવા અપીલ કરી છે.

વરસાદના વરતારાની હોળીનો રાજયકક્ષાના કાર્યક્રમનું ઉદઘાટન ગામના સરપંચ રાજુભાઈ મારવીયા, ભરતભાઈ ટોયટા, જે.પી.મારવીયા, ભોજાભાઈ ટોયટાની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જાથાના કાર્યકરો ઉપરાંત ગ્રામજનોએ વરતારા કરનારાઓ સામે ઉગ્ર વિરોધ કરી, સુત્રોચ્ચાર, વરતારાની હોળી, આગાહીઓનું ઉઠમણું-બેસણું રાખી કાયમી બંધ કરવાની માંગ કરી હતી. વર્ષા પરિસંવાદનું તિકકડમ કાયમી બંધ થઈ જાય તો સમાજને નુકસાન નથી તેવો સુર વ્યકત થયો હતો.

જાથાના કાર્યકર ઉમેશ રાવ, વિનુભાઈ ઉપાધ્યાય, દિનેશ હુંબલ, મનસુખભાઈ મૂર્તિકાર, અંકલેશ ગોહિલ, રોમીત રાજદેવ, ભાનુબેન ગોહિલ, કિંજલ મનસુખભાઈ, જિલ્લા કાર્યકરોએ હાજરી આપી વરતારાનું ઉઠમણું-બેસણું રાખી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજન સરપંચ રાજેશભાઈ તથા જાથાના સદસ્ય ભોજાભાઈ ટોયટાએ કરી લોકપ્રશંસા મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.