Abtak Media Google News

ભરત રાણપરિયા, નિકુલ ચંદ્રવાડિયા, ચંદ્રપાલસિંહ જાડેજા સહિત સાત સભ્યો બિનહરીફ ચૂંટાયા.

ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૧ બેઠકોની સામાન્ય ચુંટણી આગામી ૧૧મીના રોજ યોજાનાર છે ત્યારે ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સામાન્ય સીટમાંથી સાત બેઠકો બિનહરીફ થવા પામેલ હતી.

શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૧ બેઠકોમાં સાત બેઠકો સામાન્ય વિભાગ, ત્રણ બેઠકો ઉચ્ચ શિક્ષણ વિભાગ અને એક બેઠક અનામત માટે ફાળવવામાં આવેલ હોય છે. આ તમામ બેઠકોની સામાન્ય ચુંટણી માટે તા.૧૦મીએ જાહેરનામું ચુંટણી અધિકારીએ બહાર પાડેલ હતું. ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સામાન્ય વિભાગની સાત બેઠકો માટે સાત ફોર્મ ભરતા તમામ સામાન્ય બેઠકો બિનહરીફ થવા પામેલ હતી. તેમાં ભરતકુમાર રામજીભાઈ રાણપરીયા, નિકુલભાઈ મેણસીભાઈ ચંદ્રવાડીયા, ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા, હનીફભાઈ, કાદરભાઈ કોઠી, કનુભાઈ બારૈયા, નિતિશભાઈ વ્યાસ, બહાદુરભાઈ ચંદ્રવાડિયા બિનહરીફ થવા પામેલ હતા.

જયારે ઉચ્ચ શિક્ષણ વિભાગની ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારોમાં અશ્ર્વિનભાઈ માકડિયા, ધર્મેશ નારણભાઈ સોજીત્રા, વિક્રમસિંહ બળુભા સોલંકી, કમલેશ જસવંતરાય વ્યાસ જયારે અનામતની એક બેઠક માટે બે ઉમેદવારો માધવજીભાઈ બિમજીભાઈ સોલંકી, વિજયભાઈ વાલજીભાઈ સોલંકીની બંને વિભાગની ચાર બેઠકોની ચુંટણી આગામી ૧૧મીના રોજ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.