Abtak Media Google News

શિક્ષણ, સ્વચ્છતા સહિતના વિકાસ ઉત્કર્ષ માટે પ્રેરણાદાયક કાર્ય

દેવગામ, દેવડા, નિકાવા, નગર પીપળીયા, છાપરા, આનંદપર, મેટોડા ગામના બાળકોને ફ્રિમાં ખાસ સ્કોલરશીપ સહિતની સુવિધા આપવાં આયોજન: ર8 અને ર9મીએ ટ્રેડ ફેર યોજાશે

શાળાઓ માટે પ્રેરણાદાયી ચીલો ચાતરતા રાજકોટના વી.એમ. તંતી ફાઉન્ડેશન અને જય ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા જય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સામાજીક જવાબદારીના ભાગરૂપે જય ઇન્ટરનેશનલ સ્કુલની આસપાસના સાત ગામોને શિક્ષણ સ્વચ્છતા સહિતના વિકાસ ઉત્કર્ષ માટે દત્તક લેવાશે.

આ અંગે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે ધારા મુળાશીયા, હાર્દિકા જોશી, ખુશી વસોયા, જયેશ ડાભી, ઋષિરાજસિંહ જાડેજા, મીતરાજસિંહ ચુડાસમા, હેમાલી નીકેશ વિગેરેએ વિશેષ વિગતો આપી હતી.

રાજકોટના વી એમ હતી ફાઉન્ડેશન અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સામાજીક ઉત્તરદાયિત્વના

(સી.એસ.આર) ભાગરુપે જય ઇન્ટરનેશનલ સ્કૂલની આજુબાજુના સાત ગામોને શિક્ષણ , સ્વચ્છતા સહિતના વિકાસ – ઉત્કર્ષ માટે દતક લેવા જઈ રહી છે. આ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ તા .28 એપ્રિલના રોજ જય ઇન્ટરનેશનલ સ્કૂલના વાણિજય પ્રવાહના વિધાર્થીઓ દ્વારા યોજાનાર જય ટ્રેડ ફેર અંતર્ગત યોજાશે . આ સમારંભમાં જે સાત ગામોને દતક લેવાના છે તેમના સરપંચો, વડિલો ગ્રામજનો અને વિધાર્થીઓ ખાસ ઉપસ્થિત રહી આ યોજનાને વધાવશે .

આ અંગે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સટીટયુશન્સના ચેરમેન  ડી .વી .મહેતા એ જણાવ્યું હતું કે , અમારી સંસ્થા સૌના સાથ અને સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કરવામાં હંમેશા અગ્રેસર રહી છે . અમારી સંસ્થા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ( સી.એસ.આર.) એટલે કે સામાજીક જવાબદારીના ભાગ રૂપે અમારી શાળાની આસપાસ વસેલા ગામો જેવા કે દેવગામ, દેવડા, નિકાવા, નગર પિપળીયા, છાપરા, આનંદપુર અને મેટોડાની આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ, વડિલો અને તમામ ગ્રામજનોના ઉત્કર્ષ અને વિકાસ માટે તમામ પ્રયત્નો કરીશું તેમના માટે અલગ – અલગ પ્રોગ્રામ તેમજ સ્વચ્છતા સ્ત્રીઓની આરોગ્યસુરક્ષા અને વ્યસનમુકિત જેવા જાગૃકતા કાર્યક્રમોના આયોજન કરીશું . અમારી શાળામાં જે શહેરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમને જે સુવિધાઓ મળે છે તે તમામ અમે આ ગામોના વિદ્યાર્થીઓને પણ મળે તે માટે ફીમાં ખાસ સ્કોલરશીપ આપીશું . આમ તેમના સામાજીક અને શૈક્ષણિક વિકાસની જવાબદારી અમે નિભાવવા પ્રયત્નશીલ રહીશું.

વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય જય ટ્રેડ ફેરનું આયોજન

રાજકોટની જાણીતી જય ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાણિજ્ય પ્રવાહના વિધાર્થીઓ દ્વારા બે દિવસીય “જય ટ્રેડ ફેર 2022” નું ભવ્ય આયોજન કરવામાં બાવી રહ્યું હે જેમાં ( સી.બી.એસ ઇ ) ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા તમામ વ્યવસ્થાથી લઇને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે .

આ ફેરમાં અંદાજીત દસ હજારથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે . અહીં આવવા માટે સ્કૂલ અને વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ અને છાપરા ગામ આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓ , વાલીઓ અને ગ્રામજનોને આમંત્રીત કરવામાં આવ્યા છે . જય ટ્રેડ ફેર તા 28 અને 29 એપ્રિલના રોજ સવારે 9.30 થી 1.00 અને સાંજે 500 થી 8:30 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે .

જય ગ્રામ ઉત્કર્ષ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ તા . 28 એપ્રિલ , ગુરુવારના રોજ સાંજે 6.00 કલાકે આયોજીત કરવામાં આવ્યો છે , જેમાં ભરતભાઇ તંતી,  ડો .એસ.બી.જાડેજા, ડો એન બી . કપોપરા, ડો અરવિંદભાઇ ભટ્ટ, નિલેશભાઇ અંકલેશ્વરીયા, વિક્રમભાઇ જૈન , ગાર્ડી વિધાપીઠના એમ ડી . જય મહેતા , કાલાવાડ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ રાજેશ કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સર્વે ગ્રામજનો અને વિધાર્થીઓનો ઉત્સાહ વધારશે. જીનિયસ ગ્રુપના ચેરમેન  ડી.વી. મહેતા, સી.ઈ.ઓ ડિમ્પલબેન મહેતા, જય ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ મનમોહન તુલી, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ હેડ હરપાલસિંહ ચુડાસમા અને એડમનિસ્ટ્રેટિવ  હેડ મનિષા રુધાણી દ્વારા રાજકોટની તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો તેમજ શહેરના નગરજનોને આમંત્રિત કરવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.