Abtak Media Google News

નવીદિલ્હી સ્થિત ઓનલાઈન બ્લોગમાં લખાયેલા લેખમાં એસજીવીપી કેમ્પસનો સમાવેશ

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષતા નીચે ચાલતી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (એસજીવીપી) સ્કૂલને તેની શ્રેષ્ઠ શૈક્ષણિક તેમજ સર્વાંગીણ વિકાસની વ્યવસ્થા જાળવવા બદલ યુએસએ સ્થિત ઇન્ટરનેશનલ શૈક્ષણિક બોર્ડની માન્યતા મળેલ છે.

તાજેતરમાં નવી દિલ્હી સ્થિત એક પ્રસિદ્ધ ઓનલાઇન બ્લોગવોટ્સહોટ દ્વારા શીર્ષક  ભારતની ૧૩ સૌથી સુંદર શાળાઓ,અમે ઈચ્છીએ કે ત્યાં ભણ્યા હોત!  હેઠળ લખાયેલ એક લેખમાં એસ.જી.વી.પી.ના આ ભવ્ય કેમ્પસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તટસ્થ સંસ્થાઓ દ્વારા નેશનલ રેટિંગમાં એસજીવીપી સતત છેલ્લા છ વર્ષથી ભારતની પ્રથમ દસ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રસ્થાપિત થયેલ છે. એસજીવીપીના આ ટોપ રેટિંગના કારણે વિદેશોમાં વસતા ભારતીયો પોતાના બાળકોના શિક્ષણમાટે એસજીવીપીને પ્રથમ પસંદગી આપે છે.

સમગ્ર ભારતની પ્રીમિયર શાળાઓમાં જેની ગણના થાય છે તેવા આ ૫૨ એકરમાં પ્રસરેલા કેમ્પસમાં વિશ્વના ૨૨ દેશોના ૧૬૦૦ ઉપરાંત બાળકો સંસ્કાર સભર આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે. અભ્યાસ, સર્વાંગી વિકાસ અને અધ્યાત્મના પિલ્લર ઉપર ઊભેલી આ સંસ્થા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇસીએસઇ (આઈસીએસઈ) બોર્ડ, રમત-ગમત અને અભ્યાસ માટેની અલ્ટ્રામોડર્ન સુવિધાઓના કારણે એનઆરઆઈ બાળકોની હમેશાં પ્રથમ પસંદગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.