Abtak Media Google News

આજરોજ રાજયની 6 મહનગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે તો ઉમેદવારો, રાજકીય પક્ષોના નેતાઓ મતદાન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આજરોજ ગૃહમંત્રી અમિત શાહએ અમદાવાદ ખાતે આવી પહોંચી નારણપુરા વિસ્તારમાં મતદાન કર્યુ હતું. સહપરિવાર સાથે ગૃહમંત્રીએ મતાધિકારનો ઉપયોગ કરી લોકોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા અપીલ કરી હતી.

Whatsapp Image 2021 02 21 At 11.51.35 Am

પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સાથે અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં હતાં. મતદાન કર્યા બાદ મથકમાંથી બાર નીકળતી વેળાએ દાદા-પૌત્રી વચ્ચેનો પ્રેમ નજરે ચડ્યો હતો. અમિતશાહ તેમની પૌત્રીને તેડીને વ્હાલ કરતા જોવા મળ્યા હતા. મતદાન કરી દાદા-પૌત્રીએ વિકટરી બતાવી હતી.

Screenshot 3 12

 

આ તકે શાહ પરિવાર સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલેખનીય છે કે, સુરક્ષા વ્યવસ્થાના કારણોસર શહેરના નારણપુરામાં મતદાન મથક હાઈસિક્યુરિટી ઝોનમાં ફેરવાયું છે ક્રાઈમ બ્રાન્ચ સહિતની અનેક સુરક્ષા એજન્સીઓ અમિત શાહની સુરક્ષાના બંદોબસ્તમાં ગોઠવાઈ છે. મતદાન કરવા માટે આવનારા મતદારોને મેટલ ડિટેક્ટરમાં પસાર કરીને જ મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ફોર્સ પણ ઉતારી દેવામાં આવી છે.

હાલ, ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાત લીધી છે.
Gujarat Municipal Election 2021

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.