Abtak Media Google News

આજરોજ રાજયની 6 મહનગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે તો ઉમેદવારો, રાજકીય પક્ષોના નેતાઓ મતદાન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યભરમાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે પરંતુ રાજકોટ, સુરત અને વડોદરાના અમુક મતદાન મથક પર વિરોધ અને હોબાળાના બનાવ સામે આવ્યા છે.

Advertisement

Screenshot 5 6

જેમાંથી વાત કરીએ, વડોદરાની તો શહેરના નુતન વિદ્યાલયનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન કુટિરે પહોંચતા હોબાળો મચ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.

Screenshot 4 9

સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન મથકે પહોંચતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. સાંસદ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતા સાંસદ રંજનબેન ભટ્ટનેબુથ પરથી બહાર કઢાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.