Abtak Media Google News
  • આ વર્ષે ચાર દિવસના મેળામાં નોમથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ આજે ભવનાથના ગ્રાઉન્ડમાં વિક્રમ જનક માનવ મહેરામણ નો મહાસાગર

જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો આજે અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે, દસમનો ક્ષય હોવાથી મેળો ચાર દિવસે પૂરો થવાનો હોવાથી પ્રથમ દિવસથી જ ભાવિકોએ શિવરાત્રીના મેળામાં આવવાની ચીવટ દાખવી હતી ..આજે મેળાના ગ્રાઉન્ડમાં વિક્રમ જનક મેદની નો ઇતિહાસ રચાય તેવા ભાવિકોના માનવ મેરામણ નો મહાસાગર ગુગવી ઘૂઘવી રહ્યો હોય તેવું ચિત્ર સર્જાયું છે આ વખતે ભાવિકોએ શિવરાત્રીમાં રાત દિવસ નો ફરક રાખ્યા વગર ભવનાથના દર્શનમાં ભારે ભાવુકતા બતાવી હતી. મેળાની પરંપરા હતી કે મોટાભાગે ભાવિકો દિવસે મેળામાં આવતા હતા આ વખતે બહારગામ થી રાત્રે પણ ભાવિકો જુનાગઢ માં આવતા રહ્યા હતા.

શિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખોની મેદની અને વ્યવસ્થાના ભાગરૂપે ભવનાથમાં તમામ વાહનોને પ્રવેશ બંધી ફરમાવી દેવામાં આવી છે, અને તળેટીમાં કોઈપણ વાહન જવા દેવાતા નથી આજે મહાશિવરાત્રીના દિવસે મધરાત્રે ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલ મુળગીકુંડમાં સંતો શાહી સ્નાન કરશે રાત્રે 9:30 વાગે અવધૂત સાધુઓની” રવાડી” ભવનાથના ગ્રાઉન્ડમાં નીકળશે ,

ભગવાન દત્તાત્રેય ,અગ્નિ અખાડા ,ગાયત્રી માતાજી આહવાન અખાડા દ્વારા ગણેશ જીની પાલખી સાથે સેકડો નાગા અવધૂત સાધુઓ અંગ કસરત ના દાવ લાઠીદવ તલવારબાજી જેવા હેરત ભર્યા પ્રયોગ કરીને રવાડીના રૂટ પર ઉભેલા હજારો ભાવિકોને દર્શન આપશે.

શિવરાત્રીના મેળામાં 250 થી વધુ અને ક્ષેત્રોમાં દરરોજના લાખો ભાવિકોને ભોજન પ્રસાદનો લાભ મળી રહ્યો છે સાંજે વિવિધ  ભજનીક કલાકારો દ્વારા સંતવાણી ભજનના ધર્મમય માહોલ નો લોકો મન ભરીને આનંદ લઇ રહ્યા છે ,સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ રહેલો મેળો આજે અંતિમ ચરણમાં અસલ રંગમાં આવી ચૂક્યો છે

શિવરાત્રી ની મધરાત્રે મુરઘીકુંડના શાહી સ્નાન માટે નીકળનારી શાહી રવેડી ના દર્શન માટે લોકો સવારથી જ મેળાના ગ્રાઉન્ડ પર ઉભા રહીને સાધુઓના દર્શન માટે જાણે કે તપ કરતા હોય તેમ સાંજ સુધીમાં ખીચો ખીચ ભરાઈ જતા મેળાના ગ્રાઉન્ડમાં રાત સુધીમાં લાખોની મેદની  ની:શબ્દ થઈને ઊભી રહી જાય છે ..અને સાધુઓના દર્શન માટે પ્રતીક્ષા કરે છે દર વર્ષે મેળાના ગ્રાઉન્ડમાં લાખોની મેદનીનો ઇતિહાસ રચાય છે આજે મધરાત્રે સાહિસ્નાન બાદ મેળાની પુર્ણાહુતિ થશે

Har Har Mahadev'S Naad Resounds In Shivalayas: Devout Celebrations Of Mahashivratri
Har Har Mahadev’s Naad Resounds in Shivalayas: Devout Celebrations of Mahashivratri

ગરનાર પર ફરી પ્લાસ્ટિક પ્રતિબંધના ના લીરે લીરે ઉડિયા  . બોટલો ના ઢગલા

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તીર્થ ક્ષેત્રમાં મહાશિવરાત્રી પર્વને લઈને મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગિરનાર પર પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને ગિરનાર અભ્યારણની જાળવણીને લઈને હાઇકોર્ટ ગિરનાર પર્વત સહિત આસપાસના 27 ગામોને ઇકો જોન સ્ટેવ ઝોન જાહેર કરવા કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ કરવામાં આદેશ કર્યો છે પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે ગિરનાર પર્વત પર પાણીની બોટલો પ્લાસ્ટિકની કોથળીઓના કચરાના ઢગલા જોવા મળતા વહીવટી તંત્ર વર્ષ 2012 કરેલા હાઇકોર્ટના આદેશ ની અમલવારી કરવામાં નિષ્ફળ નિવડી હોવાનું સામે આવ્યું છે પરંતુ તંત્રના મેળામાં પાણીની અને દૂધની બોટલોના કાળા બજાર કરતા વેપારીઓ સામે ભાંગડું સાબિત થયું છે

તાજેતરમાં યોજાયેલ શિવરાત્રી મેળા માં પૂર્વ વહીવટી તંત્ર સાધુ સમાજ ઉતારા મંડળ તેમજ શ્રેષ્ટિ નાગરિકોને બેઠક મળી હતી જેમાં સર્વ હનુમતીએ લીધેલ નિર્ણય મુજબ કોઈપણ ખાત ચીજ વસ્તુ ના ભાવ વધારે નહીં લેવા તેમજ પ્રિન્ટેડ પ્રાઈઝ મુજબ ભાવ લેવા માટે તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે જેથી મેળામાં આવતા ભાવિકોને મહાત્માઓને વધારે ખર્ચ ન થાય તેમ જ હાઇકોર્ટ આદેશ મુજબ ભવનાથ ગિરનાર સહિતના આસપાસના 27 જેટલા ગામો ને ઇકોસેન્સેટિવ ઝોન હેઠળ આવરી લેતા આ વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે પરંતુ ગિરનાર પર્વ પર હાલ હકીકત કંઈક અલગ જોવા મળી રહી છે પર્વત પર પ્લાસ્ટિક અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે સીડી પરના રસ્તે કચરાપેટી ખાલી અને કચરો બહાર ફેંકતા હોવાના દ્રશ્યો સર્જાયા છે તો બીજી તરફ પ્લાસ્ટિકના બે રોકટોક ઉપયોગના લીધે કચરાના ઢગલા  સર્જાયા છે

ભવનાથમાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે એસટી તંત્રની ચાવીરુપ ભૂમિકા

ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકે તે માટે એસટી તંત્ર ચાવીરુપ ભૂમિકા અદા કરી રહ્યું છે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને બસ સ્ટેન્ડ અને બસ અંદરની કચરાપેટીમાં પ્લાસ્ટિક  નાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સતત અપાતો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે મુસાફરો પણ જરુરી સહયોગ આપી રહ્યા છે.

મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને ભવનાથ સુધી જવા – આવવા માટે અલાયદી પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભર ઉપરાંત દેશમાંથી પધારતા યાત્રિકો માટે 65 જેટલી મીડી બસ એટલે કે મધ્યમ કદની બસની સેવા શરૂ છે.

જૂનાગઢ એસટી ડેપોના મેનેજર શ્રી વી.એમ. મકવાણાએ જણાવ્યુ કે, યાત્રિકોને ભવનાથ આવાગમન માટે એસટી બસ સ્ટેન્ડમાં અલગ સુવિધા ઉભી કરવામાં આવી છે. જુદી રાઉટીઓ ઉભી કરવાની સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવામાં આવી છે.

શિવરાત્રિના મેળાનુ મહાત્મ્ય ..

શિવરાત્રી મેળા ની એવી આસ્થા પ્રવર્તે છે કે છે કે પાંચ દિવસ દરમિયાન ભવનાથ પરિસરમાં અવધૂત નાગા સાધુઓના અખાડામાં ,નાગા સાધુઓની રવાડી અને મુર્ગીકુંડના શાહી સ્નાન દરમિયાન કોઈ એક સાધુના રૂપમાં સ્વયં ભગવાન ભોળાનાથ પૃથ્વી પર અવતરતા હોય..  હજારો સાધુઓ વચ્ચે પૃથ્વી પર આવેલા સાધુ ના રૂપમાં આવેલ ભગવાન ભોળાનાથના દર્શનની એક “પલક ઝબક ઝલક ’મળી જાય તો ભવેભવના ફેરામાંથી મુક્તિ મળી જાય

શિવરાત મેળાનાં સાઘુઓની આગવી દુનિયા

સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ તેર અખાડા કાયમ છે.પણ તેમાયે દશનામ પંથમા સાધુનો એક એવો વર્ગ છે,જે માત્ર સાધુ મહાત્મા પાસે જ દાન દક્ષીણા ગ્રહણ કરે છે.આ સાધુઓ ક્યારેય સંસારી પાસેથી એક રુપીયાનુ દાન સ્વિકારતા નથી. સાધુ સમાજમાં તેઓ જંગમ સાધુ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે સદાશિવ શંકર ભગવાનના લગ્ન થયા ત્યારે કોઇ દાન દક્ષીણા લેવા તૈયાર ન થયુ આથી ભગવાને તેમની જાંઘ માંથી જંગમ સાધુ પેદા કયાઁ હતા.ભગવાન શિવે આ સાધુઓને કર્યા છે ઉત્પન્ન કહેવાય છે કે આ સંપ્રદાય

ની ઉત્પતિ ભગવાન શંકરની જાંઘમાંથી થઇ છે, જયારે શિવ અને પાર્વતીના વિવાહ પૂર્ણ થયા ત્યારે ભગવાન શંકરે દાન આપ્યું બ્રમ્હા અને વિષ્ણુએ આ દાન લેવાનો ઇનકાર કર્યો ત્યારે ભગવાન શંકરે પોતાની જાંઘ ચીરી ને જંગમને ઉત્પન્ન કર્યો હોવાની માન્યતા છે…આ સમુદાય વર્ષ દરમિયાન 6 મહિના કાશ્મીર થી ક્ધયાકુમારી સુધી પરિભ્રમણ કરે છે અને 6 મહિના ભગવાનની પૂજા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.