Abtak Media Google News
  • એક પુષ્પમ, એક બિલ્વ પત્રમ એક લોટા જલકી ધાર, દયાળુ રીઝે દેત હે ચંદ્રમૌલી ફલચાર
  • સોમનાથ ખાતે ભકતો માટે વિશેષ સુવિધા: સળંગ 4ર કલાક મંદિરના દ્વાર દર્શનાથીઓ માટે ખુલ્લા રહેશે
  • સાળંગપુર હનુમાન મંદિરે આજે શિવનો શણગાર: ભવાનાથ, ઘેલા સોમનાથ, જળેશ્ર્વર સહિતના શિવાલયોમાં સવારથી જ દર્શનાર્થીઓનો જમાવડો

આદી નહી અંત એવા ભગવાન ભોળાનાથનું પૂજન, અર્ચન કરી રીઝવવાનો દિવસ આજે મહા શિવરાત્રીએ બમ બમ ભોલે, જય ગીરનારી, મહાદેવ હર વગેરે જેવા નારા સાથે આજ વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભકતોની ભીડ જોવા મળી

જો કે મહા શિવરાત્રીના પાવન પર્વની સાધુ-સંતો, શિવભકતો વગેરે કાગાડોળે રાહ જોતા હોય છે. અને સંતોએ તો ભજનોમાં પણ વર્ણન કર્યુ છે કે શિવ કેવા ભોળા છે? એક પુષ્પમ એક બીલી પત્રમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીઝ દેત હે ચંદ્ર મૌલી ફલચાર

Har Har Mahadev'S Naad Resounds In Shivalayas: Devout Celebrations Of Mahashivratri
Har Har Mahadev’s Naad Resounds in Shivalayas: Devout Celebrations of Mahashivratri

આમ માત્ર બીલ્વપત્ર પુષ્પ કે જલધારાથી પણ શિવભકતો પર કૃપા દ્રષ્ટિ વરસાવે એવો ભોળીયા દેવ ભગવાન શંકરનો ગુણાનુવાદ કરવાનો શિવભકતો માટે અનેરો અવસર છે.માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને વિદેશમાં વસતા શિવભકતો આજે ભગવાન શિવનું પુજન કરી ધન્યતા અનુભવે એ મહાશિવરાત્રીના પાવન પર્વની શ્રઘ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. જો કે ભકતોના મતે આજનો દિવસ એટલે શિવ અને જીવનો સંયોગ હોવાનું માનવામાં આવે છે.આજે મહા શિવરાત્રીના પાવન પર્વે ભગનાથ ખાતે લાખો ભકતજનોનો મેળાવળો જામ્યો છે. ભકિત-ભજન અને ભજનનો મહિમાની પરંપરાને જાળવતો ભવનાથનો મેળો કે જયાં મહાવદ નોમના ઘ્વજારોહણ કર્યા બાદ મેળાનો આરંભ થાય છે. ખાસ કરીને ભવનાથ ખાતે રાત્રે બાર વાગ્યે નીકળતી સાધુ મહાપુુરૂષોની રવેડી કે જેમાં અંગ કસરતના દાવથી માંડી તલવાર ત્રિશુલ વગેરેના દાવ જોવાનો અલભ્ય લ્હાવો લેવા લાખો ભકતો ઉમટે છે.

આજે વહેલી સવારથી ભવનાથ મંદિરમાં ભગવાનના દર્શન કરી ભકતજનો ધન્ય થયા હતા.

બાર જયોતિંલિંગ પૈકી નાગેશ્ર્વર મહાદેવ કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીરાજમાન છે. આજ વહેલી સવારથી ભકતજનો ભગવાન ભોળાનાથના દર્શન કરવાની લાંબી લાઇનોમાં પણ ઉભા રહી નાગેશ્ર્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા.

Har Har Mahadev'S Naad Resounds In Shivalayas: Devout Celebrations Of Mahashivratri
Har Har Mahadev’s Naad Resounds in Shivalayas: Devout Celebrations of Mahashivratri

જયારે સાળંગપુર હનુમાનજી મંદિરે આજે શિવનો શણગાર કરવામાં આવ્યો છે. મહા શિવરાત્રીના પવાન પર્વે હનુમાનજી મહારાજને શીવનો શણગાર ના દર્શનાર્થીઓ વહેલી સવારથી જ બમ બમ ભોલે ના નારા સાથે ઉમટી પડયા હતા. તેમજ સૌરાષ્ટ્રના પ્રાચિન શિવમંદિરોમાં ઘેલા સોમનાથ, જળેશ્ર્વર વગેરે યાત્રાધામ શિવમંદિરોમાં પણ શિવભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જયારે બાર જયોતિલિંગ પૈકી સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તેવા હેતુ સર સોમનાથ ટ્રસ્ટ વહીવટી અને પોલીસ વિભાગ દ્વારા સુંદર વ્યવસ્થા કરાઇ છે.

આજ શિવરાત્રીના મહાપર્વ પ્રસંગે દરેક યાત્રિકો, ભકતજનો ભગવાન સોમનાથના સરળતાથી દર્શન કરી શકે તેવા શુભ હેતુથી આજથી 4ર કલાક સુધી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેથી શિવભકતો ભગવાન ભોલાનાથના દર્શનનો ભરપુર લાભ લઇ શકે.

આજ મહાશિવરાત્રીના પર્વને લઇ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શિવાલયોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવ ના નારાના ગુંજયા હતા. જો કે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા શિવમંદિરોમાં દર્શનર્થીઓ માટે ફળાહાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના અનેક શિવાલયોમાં આજે રાત્રે મહાઆરતી, ભજન, કિર્તન, ડાયરો, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. જયારે આજે શહેરના રાજમાર્ગો પર દસનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવરથ યાત્રા નિકળશે ઠેર ઠેર આ રથ યાત્રાનું સમાજ શ્રેષ્ઠીઓ, સંસ્થાઓ વગેરે દ્વારા આવકારવામાં આવશે. આજની ઘડી તે રળીયામણી….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.