Abtak Media Google News

આજે બાબરી ધ્વંશની ૨૫મી વરસી:મંદિર નિર્માણના ઉજળા સંજોગો

ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રામમંદિર મુદ્દે વલણ સ્પષ્ટ કરવાનો પડકાર ફેંકયો છે. તાજેતરમાં કોંગ્રેસના વરીષ્ઠ નેતા કપીલ સિબલે કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે લોકસભાની ચૂંટણી બાદ રામમંદિર કેસની સુનાવણી હાથ ધરવામાં આવે. જેથી અમિત શાહે સવાલ કર્યો છે કે કોંગ્રેસ રામમંદિરનું અયોધ્યામાં નિર્માણ કરવા માંગે છે કે નહીં તે અંગે વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે રામમંદિર મુદ્દે ડબલ સ્ટાન્ડર્ડ અપનાવી રહી છે. રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન મંદિરોની મુલાકાત રહ્યા છે. બીજી તરફ કપીલ સિબલ રામ જન્મભૂમિનો ચુકાદો પાછો ઠેલાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે માટે કોંગ્રેસે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. અમિત શાહે કહ્યું હતું કે, એકબાજુ તો કોંગ્રેસના આગામી અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોમાં ફરી રહ્યા છે તો બીજીબાજુ કપીલ સિબલ કોર્ટમાં આવી વાતો કરે છે. જયારે બધા દસ્તાવેજ તૈયાર છે તો સુનાવણી ટાળવાનો શું મતલબ છે ? કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે કપીલ સિબલની વાત સાત સહમત છે કે નહીં ?

રામમંદિર કેસની સુનાવણી સુબ્રમણ્યમ સ્વામીની અપીલ બાદ શ‚ થઈ છે. આ કેસમાં સ્વામી પક્ષકાર નથી. ૭ વર્ષથી આ કેસ પેન્ડીંગ હતો ત્યારે હાલ દેશની સ્થિતિ એવી નથી કે કેસની સુનાવણી યોગ્ય રીતે થઈ શકે તેવી દલીલ કપીલ સિબલે કરી હતી. કપીલ સિબલે રામમંદિરની સુનાવણી ૨૦૧૯ની લોકસભા બાદ કરવાની માંગણી કરી ત્યારબાદ આ વિવાદ છંછેરાઈ ગયો છે.

આજે ૬ ડિસેમ્બરના રોજ બાબરીધ્વંશની ૨૫મી વરસી છે. કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુનાવણી શ‚ થઈ છે તેની સાથે વિવાદ પણ શ‚ થઈ ગયો છે. વર્ષ ૧૯૯૨માં ૬ ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી હતી ત્યારબાદ આ વિવાદ વકર્યો હતો. ૨૫ વર્ષ વિતી ગયા બાદ હજુ આ વર્ષે રામમંદિરનું નિર્માણ થયું નથી. જોકે હાલ વડી અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હોય. જ‚રી દસ્તાવેજો રજુ કરી દેવાયા હોય. આ કેસમાં રામમંદિર માટેની ઉજળી તકોનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગઈકાલે અયોધ્યા વિવાદ પર વડી અદાલતમાં બીજી સુનાવણી પર અટકી ગઈ. કુલ ૧૯,૫૯૦ પાનામાંથી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના હિસ્સાના ૩૨૬૦ પાના જમા થયા નથી. ગઈકાલે સુનાવણી ટાળવાની માંગણી કરીને બોર્ડના વકિલ કપીલ સિબલે કહ્યું હતું કે, આ કેસ માત્ર ભૂમી વિવાદ નહીં પરંતુ રાજકીય મુદ્દો છે. ચૂંટણી પર અસર પડશે. ૨૦૧૯ પછી જ સુનવણી કરો. અલબત અદાલતે આ દલીલોને ઢંગધડા વગરની ગણાવીને માત્ર દસ્તાવેજો પુરા કરવા માટે ૮મી ફેબ્રુઆરી સુધી સુનાવણી ટાળી દીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.