Abtak Media Google News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ બન્યા બાદ રાજયસભાના સાંસદે શકિતસિંહ ગોહિલ આજે પ્રથમવાર માદરે વતન ભાવનગરની મુલાકાતે પધારતા પોતાના હ્રદય સમ્રાટ અને લોકલાડીલા નેતા ને ભાવનગરવાસીઓએ ફુલડે વધાવ્યા હતા. સાત કિલોમીટરની વિશાળ અભિવાદન રેલી નીકળી હતી.

માદરે વતનમાં લોકલાડિલા નેતાને હોંશભેર ફૂલડે વધાવતા કોંગ્રેસના કાર્યકરો

ભાવનગર ના પનોતા પુત્ર અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ આજે ભાવનગર પધાર્યા છે.  શક્તિસિંહ ગોહિલનું ભાવનગર શહેર/જીલ્લા કોંગ્રેસ દ્વારા કાર, બાઈક રેલી સાથે સન્માન અભિવાદનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. બપોરે કુંભારવાડા સર્કલથી વિશાળ સંખ્યામા બાઈક અને કાર ના કાફલા સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી દ્વારા સ્વાગત કરવામાં આવશે આ રેલી કુંભારવાડા થી સંસ્કાર મંડળ થઈ સરદાર નગર ખાતે પહોંચશે જ્યાં મેઘાણી ઓડિટોરિયમ ખાતે અભિવાદન સાથે કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર શહેર/જીલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો, શહેર/જીલ્લાના તાલુકા, વોર્ડ અને નગરપાલીકા વિસ્તારના સંગઠનના પ્રમુખઓ, હોદ્દેદારો, શહેર/જીલ્લા કોંગ્રેસની જુદી જુદી પાંખ એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહીતના વડાઓ, હોદ્દેદારો, સહકારી આગેવાનો તેમજ શહેર/જીલ્લા તાલુકા નગરપાલીકા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, ચૂંટાયેલા સભાસદઓ અને વિવિધ ક્ષેત્રના સામાજિક અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો કાર્યક્ર્મમાં જોડાયા હતા.

શકિતસિંહ ગોહિલની કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ તરીકે નિમણુંક કરાયા બાદ કાર્યકરોમાં નવા જ ઉત્સાહનો સંચાર થયો છે દરેક જિલ્લા અને મહાનગરોમાં રેલી અને જાહેરનામાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.