Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે રાજકોટ રેન્ડોનિયર્સ દ્વારા આયોજન

આગામી માસની ૮ તારીખને રવિવારના રોજ “આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે રાજકોટ રેન્ડોનીયર્સ અને મનન હોસ્પિટલ દ્વારા માત્ર મહિલાઓ માટે એક “શક્તિ રાઈડનું આયોજન થવા જઈ રહ્યું છે. “શક્તિ રાઈડ એક ૨૫ કિલોમીટરની સાયકલિંગ ઈવેન્ટ છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન લેવામાં આવશે.

રજિસ્ટ્રેશન કરાવનાર દરેક સ્પર્ધકને એક સુંદર ટીશર્ટ મળશે, સાથે ઈવેન્ટ આ દિવસે સ્પર્ધકો માટે હળવા નાસ્તાની વ્યવસથા પણ કરવામાં આવશે. રાઈડ પુરી કરનાર દરેક સ્પર્ધકને એક આકર્ષક મેડલ આપવામાં આવશે. માટેના રજિસ્ટ્રેશન અને અન્ય કોઈપણ માહિતી માટે રાજકોટ રેન્ડોનીયર્સના ફોન નંબર ૯૩૧૬૩ ૩૨૦૬૨ પર અથવા ફેસબુક પેજ “શક્તિ રાઈહ ૨૦૨૦” પર સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. સાયકલીંગની સફર ૨૫ કિ.મી.ની રહેશે તેવું અમિતભાઈ ટાંક, દીપા ડેશ્ર્વર, નૈના ભારમલ અને હીના પટેલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.