Abtak Media Google News

ગરીબોને ભોજન, અબોલ જીવોને ઘાસ, પક્ષીઓને ચણ નાખવા સહિતની સેવા

શહેરની અગ્રણી મહિલાઓ દ્વારા શકિત સેવા સમિતિના બેનર  હેઠળ નારી શકિતને ગૌરવ આદર ન્યાયસંગત રીતે તેમના હકો મળે તે માટે સુંદર કાર્ય છેલ્લા ચાર વર્ષથી આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.

સ્વરોજગાર સાથે સેવાના માઘ્યમથી આ સંસ્થા દ્વારા અત્યારના કપરા સમયમાં ગરીબ પરિવારની બહેનોને જરુરી કાચો માલ સામાન આપી અને તેમની યોગ્ય મંજુરીની કિંમત ચૂકવીને ધરેલું માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આ ગ્રુપ સાકાર કરી રહ્યું છે. દરરોજના એક હજાર માસ્ક પૈસા ચુકવીને બનાવી અને મફતમાં વિતરણ કરવામાં આવે છે તે જો બીજી બાજુ રોજના એક હજાર પરિવારોને અન્ન દાન કરવામાં આવે છે આ માટે બહેનોને રસોઇ કામની મંજુરી ચૂકવી અને તેમણે રોજગાર પૂરો પાડીને છેલ્લા પ૦ દિવસથી રસોઇ જરુરીયાત મંદીને પહોચાડવામાં આવે છે સમગ્ર કાર્ય કાચા માલસામાનથી માંડી અને લોકોના ઘર સુધી વસ્તુ પહોચાડવા માટેના તમામ ખર્ચ આ ગ્રુપની બહેનો પોતાની બચતના સ્વભંડોળમાંથી ભેગા કરીને આ સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છુે સ્વરોજગારી સાથે સેવાના સૂત્ર સાથે કાર્ય કરતી સંસ્થાને રાજય સરકાર તથા કલેકટર દ્વારા પણ નોંધ લઇને અભિનંદન પાઠવવામાં આવે છે.

આ ગ્રુપ દ્વારા માત્ર મનુષ્યથી પરંતુ અબોલ પશુ પંખીઓ ગાયોની સેવા માટે પણ ઘાસ પંખીઓને ચણ કબૂતરો માટે દૂધ અને રોટલીઓની સેવા કરવામાં આવે છે.

હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે દૂધ તથા ભોજન ગરીબ અને પછાત વિસ્તારોમાં પણ ભોજનની વ્યવસ્થા જરુરીયાત મંદ લોકોને અનાજની કીટનું વિતરણ ગરીબ લોકોને માસ્ક અને સૈનિક રાઇઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું અને હજુ પણ આ સેવાકાર્ય ચાલુ જ છે.

આ ગ્રુપ દ્વારા સૌપ્રથમ ૧૦૦૦ માં માસ્ક કલેકટરને અર્પણ કરવામા આવેલ તે પ્રસંગની તસ્વીરમાં કલેકટર રેમ્યા મોહનને અર્પણ કરતા સંસ્થાના લીનાબેન કૌશિકભાઇ શુકલ અલકાબેન ભારદ્વાજ હીનાબેન પોપટ નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.