Abtak Media Google News

રાજ્યસભામાં શૂન્યકાળ દરમ્યાન શક્તિસિંહ ગોહિલે એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર દુર્ઘટનાથી થઈ રહેલ મુત્યુનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, એશિયાઈ સિંહ આપણા માટે ગૌરવપૂર્ણ છે અને આપણો વારસો છે. અતિ ચિંતાનો વિષય છે કે, એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર અકસ્માતોને કારણે મૃત્યુ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 2020ના વર્ષમાં થયેલ સર્વે મુજબ 674 સિંહો ગુજરાતના ગીર જંગલમાં છે. તે ખુબ જ દુ:ખની વાત છે કે, વર્ષ 2018 માં 193 સિંહો અને વર્ષ 2019 માં 200 સિંહોનું મુત્યુ રેલ્વે લાઈન પર અકસ્માતોના કારણે થયું હતું. જો આ સિંહોને રેલ્વે લાઈન ઉપર થતા અકસ્માતોથી બચાવી લેવામાં આવ્યા હોત, તો આજે કુલ વસ્તીના 50 ટકાથી વધુ સિંહો જીવતા હોત શક્તિસિંહ ગોહિલે સરકારને વિનંતી કરી હતી કે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે એશિયાઈ સિંહોને બચાવવા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.