Abtak Media Google News

બુધવારે બેંગ્લોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં રોમાંચક રીતે ચેન્નાઇ સુપર કિંગ્સ જીત્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઇ સામે પહેલા બેટિંગ કરતા 206 રનનો પહાડ ઉભો કરી દીધો હતો. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની અને અંબાતી રાયડુ ની શાનદાર બેટિંગ સામે આરસીબી બોલર્સ નિષ્ફળ રહ્યા. ચેન્નાઇએ વધુ એક શાનદાર જીત નોંધાવી. વિરાટ કોહલીને હારની સાથે સાથે આ મેચમાં વધુ એક ઝાટકો લાગ્યો છે. આરસીબી કેપ્ટન વિરાટ કોહલી પર ધીમી ગતિથી ઓવર કરાવવા માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આઇપીએલ પ્રેસ માધ્યમ ઘ્વારા તેની જાણકારી આપવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે આઇપીએલ સીઝન 11 દરમિયાન ફક્ત બે મેચ એવા છે જે સમય સીમામાં પુરી થયી હતી. ધ્યાન આપવા જેવી બાબત છે કે નિર્ધારિત સમય 200 મિનિટ પછી 18.67 મિનિટનો સમય આપવામાં આવે છે. પરંતુ આરસીબી ટીમ ઘ્વારા આ સમયસીમા કરતા પણ વધારે સમય લીધો હતો. તેના કારણે તેમને દંડ ફટકાર્યો છે.


સોમવારે આરસીબી અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં અંબાતી રાયડુ ઘ્વારા શાનદાર 82 રન અને ધોનીએ 70 રનની શાનદાર ઇંનિંગ રમી હતી, જેને કારણે ચેન્નાઇ આ મેચ જીતી શક્યું હતું. આરસીબી તરફથી એબી ડિવિલિયસે પણ શાનદાર ઇંનિંગ રમી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.