Abtak Media Google News

પાસ્તા નામ સાંભળીને જ આપણાં મોઢામાં પાણી આવી જાય છે. ત્યારે કદાચ દરેક બાળકનાં ફેવરીટ હોય છે પાસ્તા….પરંતુ વારંવાર તેના માટે બાળકને બહારનાં પાસ્તા ખવડાવવાની જરુરત નથી. હવે ઘરે જ બનાવો ચીઝ ટોમેટો પાસ્તા.

સામગ્રી :

ઓલીવ ઓઇલ – ૪૫ ml

ચેરી ટોમેટો – ૨૮૫ ગ્રામ

લસણ – ૧/૨ ચમચી

સોયાસોસ – ૧ ટેબલ સ્પૂન

અજમાનાં પાંદ – ૩,૪ ચમચી

તુલસી પાંદળા – ૧/૨ ચમચી

લસણનો પાઉડર – ૧/૪ ચમચી

મીઠું – ૧ ટી સ્પૂન

મરી – ૧ ટી સ્પૂન

પાણી – ૧૧૦ ml

બાફેલાં પાસ્તા – ૩૫૦ ml

મોઝરેલાં ચીઝ – ૩૫ ગ્રામ

કેવી રીતે બનાવશો ચીઝ ટોમેટો પાસ્તા…..

– એક કડાઇને ગેસ પર રાખી ગરમ કરો તેમાં ૪૫ ml ઓલીવ નાખો. ગરમ તેલમાં ૨૮૫ ગ્રામ ટમેટા, હળદળ, લસણ ઉમેરી થોડીવાર તળી લ્યો.

– જ્યારે ટમેટા સરખા તળાઇ જાય તો તેમાં સોયાસોસ નાંખી સરખું મીક્સ કરો.

– ત્યારબાદ તેમાં ૩-૪ સ્પૂન અજમાનાં પાન, ૨/૪ તુલસીનાં પાન, લસણનો પાઉડર, મીઠું અને કાળા મરી ઉમેરી એકરસ કરો.

– હવે તેમાં ૧૧૦ ml પાણી ઉમેરો, સરખી રીતે ઉકાળો જ્યારે ઉકળી જાય ત્યારે તેમાં ઉકાળેલાં પાસ્તા નાંખ્ી મીક્સ કરો.

– પછી તેમાં મોઝરેલા ચીઝ ઉમેરી સરખું હલાવો અને જ્યારે ચીઝ ઓગળી જાય પછી તેને ગેસ પરથી ઉતારી લેવું.

– તો તૈયાર છે બાળકો માટે ટેસ્ટી અને હેલ્ધી ઘરે બનાવેલાં મમ્મીનાં હાથનાં ચીઝ ટોમેટો પાસ્તા.

Pesto And Crushed Tomato Pasta Done(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.