Abtak Media Google News

અબતક, એક્સક્લુઝીવ — રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. લોકોની રક્ષક ગણાતી પોલીસ ખુદ નિયમોના લીરેલીરા ઉડાડતી નજરે ચડે તો કાયદો-વ્યવસ્થાનું શું..? રાજ્યમાં દારૂબંધી છે તેમછતાં દારૂની રેમછેલમ થઈ રહી છે એમાં પણ પોલીસ હેડ કોન્સ્ટેબલ જ ટલી થઈ નજરે ચડે તો..? આવી જ એક ઘટના રાજકોટ ગ્રામ્યમાં બની છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પીધેલી હાલતમાં યુવતી સાથેકઢંગી હાલતમાં જોવા મળતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

Whatsapp Image 2021 09 21 At 4.04.45 Pm

બનાવની વિગત અનુસાર રાજકોટના ઢોલરા ગામે એક કાર પર ગ્રામજનોની નજર પડતા શંકાસ્પદ ગતિવિધિ જણાઈ હતી.જે દરમિયાન ગ્રામજનોએ કારમાંથી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણાને પીધેલી હાલતમાં યુવતી સાથે ઝડપી પાડ્યો હતો. અને રંગરેલીયા મનાવે તે પહેલાં જ કારમાંથી બહાર કાઢી પોલીસને હવાલે કર્યો હતો.

333

Whatsapp Image 2021 09 21 At 4.04.32 Pm

Whatsapp Image 2021 09 21 At 4.05.15 Pm સમગ્ર કાંડ બહાર આવતા લાજવાની બદલે હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા ગાજ્યો હતો. હું પોલીસ ખાતામાં છું તેમ કહી ખાખીનો ડર બતાવી પોતાની કરતૂતોને ઢાંકવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામજનો સાથે હાથાપાઈ પર ઉતરી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી.

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કુલદીપ સિંહ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોતાનાજ પોલીસ સ્ટાફ સાથે પણ બળજબરી કરતા પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલે હેડ કોન્સ્ટેબલને પોલીસની ભાષા પરખાવી હતી.

Whatsapp Image 2021 09 21 At 4.04.02 Pm Whatsapp Image 2021 09 21 At 4.03.53 Pm

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પર ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ એસપી બલરામ મીણાએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કર્યો છે.

Balram Mina હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો : બલરામ મીણા – એસપી રાજકોટ

ઢોલરા ગામે બનેલ ઘટના સંદર્ભે એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પર ગુન્હો દાખલ કરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ડિપાર્ટમેન્ટમાં અશિસ્ત ચલાવીજ નહીં લેવાય.શાપર પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ સાથે પકડાયેલ યુવતીની પૂછપરછ શરૂ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.