Abtak Media Google News

પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ અને વિવિધ એઇજ ગ્રુપના લાખેણા ઈનામો સાથે શરદ ગરબા મહોત્સવનું આયોજન: આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી

જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા રવિવારે “નીલ દા ધાબા” (મીન્ટ હોટલ), એરપોર્ટ રોડ, હનુમાન મઢી નજીક, લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ગરબા મહોત્સવનું આયોજન થશે. જેમાં જેસી, જેસીરેટ, જેજે, જેસીલેટ અને આમંત્રીત મહેમાનો માટેનું આયોજન રહેશે. આ ડાડીયામાં પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, બેસ્ટ ઓફ ધ બેસ્ટ વેલ પ્લે, વેલ ડ્રેસ કપલ, વેલ પ્લે કપલ માટેના એવોર્ડ હશે અને જેમાં કમ્પલસરી ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે ભાગ લેવાનો રહેશે. આ તકે આયોજકો જેએફએમ ગીરીશ ચંદારાણા, જેસી રચના રૂપારેલ, જેસીઆરટી સીલુ ચંદારાણા, જેસીઆરટી મધુ સોની, જેસીઆરટી સંગીતા રાજાણીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

આ ડીજે ડાડીયામાં ઘણા બધા સન્માનિત મહેમાનો હાજરી આપશે અને આ પ્રોગ્રામની શોભા વધારશે. મહત્વનું છે કે આ રાસોત્સવમાં વિવિધ એઈઝ ગ્રુપમાં ઈનામો અપાશે. આ પ્રોગ્રામને સફળ બનાવવા પ્રમુખ જેસી રચના રૂપારેલ, જેસીઆઈ સેન અશ્ર્વિન ચંદારાણા, જેએફએમ ગીરીશ ચંદારાણા, જેએફએમ મિતેશ પટેલ, જેસી ચિરાગ દોશી, જેસી વિશાલ પંચસરા, જેસી મનીષ પલાણ, જેસીરેટ રાખી દોશી, જેસીરેટ શીલુ ચંદારાણા, જેસીરેટ ક્રિના માંડવીયા જહેમત ઉઠાવશે. જેસીઆઈનો મુખ્ય ધ્યેય વ્યક્તિગત વિકાસ અને જુદા જુદા કાર્યક્રમોથી લોકોને ઘડતર કરવામાં આવે છે અને આ સંસ્થા યુવાનોની સંસ્થા છે. જેમાં વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને જેમાં મેમ્બર તેના બાળકો અને રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને એક સારૂ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.