Abtak Media Google News

ગોંડલ સ્ટેટના કુમાર જયોતિમયસિંહજી ખાસ હાજરી આપશે: સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

ઉપલેટા તાલુકાની શ્રી ડૂમિયાંણી પ્રા. શાળાના સો વર્ષ પુર્ણ થતાં આગામી શનિવારને પ્રજાસતાક પર્વના દિવસે શાળા શતાબ્દી મહોત્સવની ઉજવણી સમસ્ત ગામ ડૂમિયાણી તથા પ્રાથમિક શાળા પરિવાર દ્રારા સવારથી બપોર સુધી હાઈસ્કૂલના  પ્રાંગણમાં ધામધૂમ પૂર્વક ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે..

આ પ્રસંગે વહેલી સવારે સરભગવતસિઁહજીની તસ્વીર સહ: બેન્ડ વાજા સાથે સમસ્ત ગામમા વાજતે -ગાજતે ભવ્યશોભાયાત્રા નીકળશે.. અતિથિ વિશેષ તરીકે  ગોંડલ સ્ટેટ હવામહેલ ના કુમાર શ્રી જ્યોંતિમયસિઁહંજી ખાસ ઉપસ્થિત રહેશે.. ડૂમિયાણી પ્રા. શાળામા અભ્યાસ કરેલ તમાંમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અને  અત્યાર સુધીમાં આ શાળા મા ફરજ બજાવેલ તમામ શિક્ષકોનું પણ “સફળ જીવનની દિશાધારા “નામની બુકથી જાજરમાન સન્માન  કરવામાં આવશે. પ્રા. શાળાના બાળકો દ્રારા રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજુ થાશે.બહારગામ  વસતા તમામ ભૂતપૂર્વ  વિદ્યાર્થીઓ અને આ શાળામાં ફરજ બજાવી ચૂકેલ તમામ શિક્ષકોને તથા ગ્રામજનોને ડિજિટલ આમંત્રણ પાઠવેલ છે.

વ્યવસ્થાના ભાગ રૂપે આ કાર્યક્રમમા આવવા માંગતા બહારગામના સન્માનિત સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ૯૪૨૯૫૬૪૬૩૩ વોટ્સએપ નંબર  પર આવવા અંગેની જાણ કરતો મેસેજ કરવા જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.