Abtak Media Google News

ગોપાલક સમુહલગ્ન સમિતિ દ્વારા સતત ૧૭માં વર્ષે આયોજન: ફોર્મ વિતરણ શરૂ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા ૧૭મો સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આ વખતે ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડીની આગળ પાણીના ટાંકા પાસે, રૈયાધાર ખાતે તા.૮/૧૨/૨૦૧૯, માગસર સુદ અગીયારસ, રવિવારના રોજ સવારે રાખવામાં આવેલ છે.

આ સમુહ લગ્ન સમિતિની કામગીરી અતિ પ્રશંસનીય છે. જે ભરવાડ સમાજ દ્વારા ભરવાડ સમાજનાં આગેવાન વડીલો, સંતો, મહંતોની હર હંમેશ માટે આશીર્વાદ લઈ ચાલતો આ સમુહલગ્નના યુવા કાર્યકર અને દરેક નેસડાના મંડળો જેના સહયોગથી ખુબ સારી કામગીરી કરી ભરવાડ સમાજમાં એક અનેરો સેવા સંગઠન રૂપે પ્રશંસનીય કામ કરી રહ્યા છે તે આ વર્ષે પણ સમગ્ર ભરવાડ સમાજ સંગઠીત થઈને આ ગોપાલક સમુહ લગ્ન સમિતિને વધારે ઉજજવળ કરે એવી ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા લાગણી આયોજકો તરફથી કરવામાં આવી છે. છેલ્લા ૧૭ વર્ષથી આ સમિતિ આશરે ૧૧૦૦ થી પણ વધારે યુગલોએ લાભ લીધો છે. જે કોઈ આ સમુહ લગ્નમાં જોડાવા ઈચ્છતા હોય તે વાલીઓએ ફોર્મ મેળવી લેવાના રહેશે. આ સમુહલગ્ન માટે રૈયાની ધાર, પાણીના ટાંકા પાસે તા.૫/૧૧/૨૦૧૯થી ફોર્મ વિતરણ કરવામાં આવશે જે ફોર્મ તા.૧૬/૧૧/૨૦૧૯ સુધીમાં જમા કરાવી દેવાના રહેશે. તેમજ ફોર્મ મેળવવા માટેનું સ્થળ સ્વામીનારાયણ ચોક ખોડિયાર ટી સ્ટોલ, ચુનારાવાડ ખાતે ગોપાલ કોમ્પ્લેક્ષ, રૈયા રોડ, લીંબુડીવાડી માધવ એન્ટરપ્રાઈઝ ખાતેથી ફોર્મ વિતરણ કરવામાં આવશે. જે ફોર્મ આધાર-પુરાવા સાથે સંપૂર્ણ વિગત સાથે ભરીને તા.૨૫/૧૧/૨૦૧૯ સુધીમાં ભરવાડ સમાજની જગ્યા, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ચોકડી ખાતે આપવાના રહેશે. આ ઉત્સવમાં આ વખતે ભરવાડ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે

 

Dsc 0501

આ સમુહલગ્નને સફળ બનાવવા આયોજકો બાલાભાઈ બોળીયા, વિભાભાઈ જોગરાણા, દેવાભાઈ સોહલા, સગરામભાઈ મીર, લખમણભાઈ ધોળકીયા, વિભાભાઈ બોળીયા, દેવાભાઈ શીપાળીયા, રઘુભાઈ ધોળકિયા, બાલાભાઈ સભાડ, રાજુભાઈ મીર, બાબુભાઈ બોળીયા, માધાભાઈ બોળીયા, રઘુભાઈ બોળીયા, સંગ્રામભાઈ શીયાળીયા, ડાયાભાઈ સાટીયા, છેલાભાઈ સોહલા, લાલાભાઈ મીર, સાદુળભાઈ ભુવા, ગભુભાઈ ભુવા, સેલાભાઈ સાગડીયા, મેરાભાઈ સાગડીયા, ભનાભાઈ બામ્ભા, ખોડાભાઈ જોગરાણા, ડો.રણછોડભાઈ બામ્ભા, વાઘાભાઈ મીર, હાજાભાઈ જોગરાણા, રઘુભાઈ બોળીયા, રણછોડભાઈ ડોડા, બાલાભાઈ શેભા, રાજુભાઈ સભાડ, ધી‚ભાઈ સભાડ, લાલાભાઈ સોહલા, ઘુડાભાઈ જોગરાણા, ગેલાભાઈ સોહલા, નારણભાઈ જોગરાણા, હરીભાઈ મીર, ગભાભાઈ સોહલા, રાકેશભાઈ ડોંડા, રણછોડભાઈ સભાડ, કાનાભાઈ ચૌહાણ, લાલાભાઈ સભાડ, ભલાભાઈ ધોળકિયા, લાખાભાઈ સાટીયા, મીઠાભાઈ જોગરાણા, ભુપતભાઈ ધોળકિયા, ભનાભાઈ ડોંડા, લાલાભાઈ સાટીયા, છગનભાઈ સોહલા, ભોજાભાઈ બામ્ભા, ગોબરભાઈ સભાડ, કરશનભાઈ જોગરાણા, ભોપાભાઈ જોગરાણા, રઘુભાઈ બોળીયા, લાલાભાઈ સભાડ, નારણભાઈ ભુવા, નાઝાભાઈ જોગરાણા દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ માટે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.