Abtak Media Google News

સોશિયલ મીડિયામાં જાહેર રોડ પર ગરબા નો વિડીયો વાયરલ થયા પછી જામનગરના સાઇબર ક્રાઇમ સેલ ની કાર્યવાહી

અબતક જામનગર – સાગર સંઘાણી
જામનગરના બેડી બંદર રોડ પર જાહેરમાં ધોળે દિવસે વાહન વ્યવહાર અવરોધાય, અને અકસ્માત નો ગંભીત ખતરો રહે, તે રીતે જાહેરમાં ગરબાની પ્રેક્ટિસ કરાવતા ગરબા સંચાલક તેમજ કોરીયોગ્રાફરની જામનગરની સાયબર ક્રાઇમ સેલની ટિમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે પગલા લેવાયા છે. જાહેરમાં ગરબાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા પછી જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટુકડીએ સ્થળ પર પહોંચી જઈ આ કાર્યવાહી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

જામનગરના જાગૃત નાગરીક મિત્રો તથા સોશિયલ મીડીયા મોનીટરીંગ દ્રારા માહિતી મળેલી કે, જામનગર શહેરના બેડી-બંદર ખાતેના જાહેર માર્ગ ની વચ્ચે અન્ય નાગરીકોને પડતી અગવડતાની અવગણના કરી તથા ગંભીર અકસ્માત થવાની શક્યતા હોય તે રીતે રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરીને બેફીકરાઇ થી એક યુવા ગ્રુપ ને ગરબાની પ્રેક્ટીસ કરાવતાનો વિડીયો મળ્યો હતો,

જે બાબતે તપાસ કરી “રાસ રસીયા ગરબા કલાસીસ”ના  સંચાલક તથા કોરીયોગ્રાફર ની અટકાયત કરી તેઓને સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા, અને તેઓ સામે કલમ ૧૫૧ હેઠળના પગલાં લેવામાં આવ્યા છે, અને કાયદેસરની કાર્યવાહી જામનગર સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે.

ઉપરાંત જામનગરના તમામ નાગરીકો વિશેષત: યુવા વર્ગને અપીલ છે કે સહેલાઇથી પ્રસિધ્ધી મેળવવાની ઇચ્છામા કાયદાનું ઉલ્લઘન કરશો નહિ, અને સોશ્યલ મિડીયાના ઉપયોગ વખતે તમામ નીયમોનુ પાલન કરશો. જેનો ભંગ થયો જણાશે, તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.