Abtak Media Google News

કિશાન ગૌશાળા દ્વારા તા. ૧૯-૫ થી ૨૫-૫ સુધી આજીડેમ પાસે કિશાન ગૌશાળા ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથારસપાનનો સમય દરરોજ બપોરના ૩.૩૦ થી ૬.૩૦ સુધીનો રહેશે. કથાના વ્યાસાસને સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છના સુપ્રસિઘ્ધ કથાકાર શાસ્ત્રી કૃષ્ણકાંતભાઇ ત્રિવેદી બિરાજી સંગીત સભર શૈલી દ્વારા કથાનું રસપાન કરાવશે.

કથાના પાવન પ્રસંગોમાં તા.૧૯ને શુક્રવારે રાધાકૃષ્ણ મંદીરેથી પોથીયાત્રા કથા સ્થળે પધારશે તા.૨૦ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે મવડી ખોડલ નાટક મંડળી દ્વારા નાટક રજુ કરાશે. તા. ૨૧ને રવિવારે સાંજે ૭ કલાકે નૃસિંહ પ્રાગટય, તા.રર ને સોમવારે સાંજેે  ૪ વાગ્યે વામન પ્રાગટય તથા નંદ મહોત્સવ તા. ૨૩ ને મંગળવારે સાંજે ૬.૩૦ વાગ્યે ગોવર્ધન ઉત્સવ તથા રાત્રે ૯ કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ખીમજીભાઇ ભરવાડ, લાભુબેન ઝાપડીયા, લાલદાસ મેસવાણીયા તથા ભુપત પેઇન્ટર ગ્રુપ લોકડાયરાની રમઝટ બોલાવશે. તા.ર૪ ને બુધવારે સાંજે ૬ કલાકે કૃષ્ણ ‚ક્ષ્મણીવિવાહ, તા.૨૫ને ગુરુવારે સાંજે ૪ વાગ્યે પરિક્ષીત મોક્ષ, તથા સાંજે ૬.૩૦ વાગ્યે કથાને વિરામ અપાશે.

કથા દરમીયાન ખેડુતોને ગાય આધારીત ખેતીની માહીતી આપવામાં આવશે. તેમજ ગૌ મુત્રમાંથી દવા બનાવવાની રીત અને જીવામૃત બનાવવાની રીત શીખવવામાં આવશે. આ કાર્યક્રમને વિગતો આપવા ચંદ્રેશભાઇ પટેલ, વિપુલ ડોબરીયા, દેવશી બુસા, જેન્તી તારપરા, દિલીપ પટેલ, વિવેક વરસાણી તથા સંજય કોટડીયા સહીતના સભ્યો અબતક મિડીયા હાઉસની મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.