Abtak Media Google News

ભવાનાથ સહિતના તમામ શિવાલયોમાં શિવપુજા અર્ચનામાં ભાવીકોની ભીડ

ધાર્મિક નગરી જૂનાગઢમાં ભવનાથ મહાદેવ સહિતના અનેક શિવાલયો ના પુરાણો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને અનેક શિવાય વિશેષણ મહત્વ ધરાવે છે ત્યારે જુનાગઢ વાસીઓએ ગઈકાલે ગુરુવારથી પ્રારંભ થયેલ શ્રાવણ માસનો આસ્થાફેર પ્રારંભ કર્યો છે અને જુનાગઢ શહેર સહિતના સમગ્ર સોરઠ પંથકમાં હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા તે સાથે ભાવિકોએ ભગવાન ભોળાનાથને અભિષેક અને પૂજન અર્જન કર્યા હતા તો બીજી બાજુ શિવાલયો અને શિવલિંગ અને પણ ભાત ભાતના સાદ સાથે શણગારવામાં આવતા જુનાગઢના શિવાલય આસ્થા ની સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે.

Advertisement

પુરુષોત્તમ માસ પૂર્ણ થતાની સાથે જ ગઈકાલે ગુરુવારથી પાવરના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જુનાગઢના ભવનાથ ભૂતનાથ સિધ્ધનાથ મુજકોન્દ દિલના અને જટાશંકર સહિતના ભવનાથ ક્ષેત્રના અને જૂનાગઢ મહાનગરસહિતના સોરઠના તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જ ભાવિકો શિવાલય ખાતે પહોંચ્યા હતા અને ભગવાન ભોળાનાથને અભિષેક પૂજન અને અર્ચન કરવાની સાથે શ્રાવણ માસના ઉપવાસ અને એકટાણા તથા અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ સાથે જુનાગઢ શહેરના ભાવનાથ, ભુતનાથ, સિધ્ધનાથ, મુચકુંદ, બીલનાથ અને જટાશંકર મહાદેવ સહિતના મંદિરોને જળહળતી રોશની સાથે શણગારવામાં આવ્યા છે તથા સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજતા સિદ્ધનાથ મહાદેવ સહિતના મંદિરોમાં ભગવાન ભોળાનાથને વિવિધ રીતે શણગારવામાં આવી રહ્યા છે. તેમજ વિવિધ ધાર્મિક કાર્યકર્મો અને મહા આરતી તથા અભિષેક સહિતના કાર્યક્રમો રાખવામાં આવતા ભાવિકજનો મોટી સંખ્યામાં શિવાલયો ખાતે ઉમટી પડી ભગવાન ભોળાનાથના શ્રાવણ માસમાં પાવન દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ભુતનાથ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજનો

જુનાગઢ વાસીઓના આસ્થાનું કેન્દ્ર એવા ભૂતનાથ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે એક લાખ રુદ્રાક્ષના શિવલિંગના દર્શન યોજવામાં આવ્યા હતા. આ સાથે મંદિરના મહંત દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આખો માસ દરમિયાન દીપમાળા અને સોમવારે શિવલિંગને વિવિધ શણગાર કરવામાં આવશે. તે સાથે સવારે 4, પ, 11 વાગ્યે અને બપોરે 12 વાગ્યે તથા સાંજે 7:30 કલાકે આરતી તેમજ રાત્રે 10 વાગ્યે સયન આરતી થશે. તે સાથે સવારે 6 થી 11 સુધી મહાપૂજા તથા દરરોજ ભવનાથ મહાદેવ મંદિરે બીલીવપત્રથી અભિષેક કરવામાં આવશે. અને સાંજે પ થી 9 દરમિયાન મહાપુજા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.