Abtak Media Google News

ઝાલાવાડના પાંચાળ પંથકના ચોટીલામાં માં ચામુંડાના બેસણા છે. હજારો ભક્તોમાંના ચરણે શિશ ઝુકવવા 635 પગથિયા ચડીને જાય છે. ત્યારે હવે ભક્તોને આ 635 પગથિયા ચડવા નહીં પડે. ચોટીલા પ્રવાસન ધામમાં ફનિક્યુલર સિસ્ટમનું ભુમિપૂજન આજે સવારે ચોટીલા ડુંગર તળેટી ખાતે કેન્દ્રીય રાજયમંત્રી અશ્વીનીકુમાર ચૌબે, સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિતમા કરવામાં આવ્યુ હતું

ફનીક્યુલર પ્રોજેક્ટનું મહાનુભાવોના હસ્તે કરાયુ ભૂમિ પુજન

આ સિસ્ટમ થકી યાત્રીકો માત્ર રૂપિયા 30માં ઉપર જઈ માતાજીના દર્શન કરી પરત આવી શકશે. હાલ મહારાષ્ટ્રના નાસીક નજીક આવેલ સપ્તશ્રુંગી માતાજીના મંદિરે આવી સિસ્ટમ કાર્યરત છે.રાજયના પવિત્ર યાત્રાધામોમાં રોપ- વેના પ્રોજેકટ સફળતાપૂર્વક ચાલે છે. અંબાજી, પાવાગઢ, જુનાગઢ સહિતના ધાર્મિક સ્થાનોમાં રોપ-વે આવેલા છે. ત્યારે અમદાવાદ અને રાજકોટ મહાનગર વચ્ચે હાઈવે પરના ઝાલાવાડના પાંચાળ પંથકના ચોટીલામાં માં ચામુંડાના જયાં બેસણા છે.

ત્યાં અગાઉ રોપ-વે સરકારે મંજુર કર્યો હતો. પરંતુ કાયદાની આંટીઘૂંટી વચ્ચે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાલ રોપવે કોઈ અણસાર દેખાતા નથી. ત્યારે ચોટીલા ડુંગર મહંત પરિવારના પ્રયાસો બાદ ચોટીલા ડુંગર ઉપર ફનિક્યુલર સિસ્ટમ લગાવવામાં આવનાર છે. જેના લીધે મહંત પરિવાર અને શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ ફનિક્યુલર્સ સિસ્ટમ બની જતા યાત્રાધામ ચોટીલાના વિકાસને વેગ મળશે અને માતાજીના ચરણે શિશ ઝુકવવા હવે ભક્તોને 635 પગથિયા ચડવા નહીં પડે ખાસ કરીને વડીલો અને બાળકો પણ રોપ-વેમાં જઈ માતાના દર્શન કરી શકશે.

ચોટીલા ડુંગર ઉપર ચડવાના મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુ ફનિક્યુલર્સ સિસ્ટમનો પોઈન્ટ બનાવવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.