Abtak Media Google News
  • ખોરાકને લઈ વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ જવાની ભીતિ
  • આગામી ત્રણ વર્ષમાં વિશ્વના મોટા ભાગોમાં ખાદ્ય સુરક્ષા જોખમમાં આવી શકે છે: વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું તારણ

આગામી ત્રણ વર્ષમાં વિશ્વના મોટા ભાગોમાં ખાદ્ય સુરક્ષા જોખમમાં આવી શકે છે. ખોરાકને લઈ વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. આના કારણે અર્થતંત્ર ઉપર મંદીના વાદળો છવાઈ તેવી પણ ચિંતા સેવાઈ રહી છે.

ઊંચો ફુગાવો અને વાસ્તવિક વેતનમાં સતત ઘટાડો થવાને કારણે વૈશ્વિક મંદીની આશંકા વધી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એ બુધવારે વિશ્વના અગ્રણી અર્થશાસ્ત્રીઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેના આધારે આ તારણ કાઢ્યું હતું.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ચીફ ઇકોનોમિસ્ટ સિનેરીયો રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં વિશ્વભરમાં કામદારોના વાસ્તવિક વેતનમાં ઘટાડો થવાની ધારણા છે.  બીજી તરફ જીવનનિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે.  આનાથી સામાજિક અસંતોષ વધવાનો ભય છે.  જોકે, આવતા વર્ષે ફુગાવાનું દબાણ હળવું થવાની ધારણા છે.સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં વિશ્વના મોટા ભાગોમાં ખાદ્ય સુરક્ષા જોખમમાં આવી શકે છે.નિકાસ પ્રતિબંધોને કારણે ખાદ્ય સુરક્ષાને લઈને વધતી જતી ચિંતાઓનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના સૌથી મોટા ચોખાના નિકાસકાર ભારતે તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.  તેમજ ચોખાની અન્ય જાતો પર 20 ટકા નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે.  આ પગલાં વૈશ્વિક પુરવઠા પ્રણાલીમાં વિક્ષેપ પાડે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, 2022માં વૈશ્વિક ખાદ્ય કટોકટી માત્ર ચોખાના ભાવની સ્થિરતાને કારણે ન હતી.  હવે ચોખાના ઊંચા ભાવથી પરિસ્થિતિ વધુ બગડવાનું જોખમ છે.” નાણા, વીમા, વ્યાવસાયિક સેવાઓ અને તકનીકી ઉદ્યોગો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને પ્રાદેશિક વિકાસ બેંકોના 50 થી વધુ અર્થશાસ્ત્રીઓએ સર્વેમાં ભાગ લીધો હતો.સર્વેમાં અર્થશાસ્ત્રીઓએ આ વર્ષે અને પછીના વર્ષમાં આર્થિક વૃદ્ધિમાં સાધારણ ઘટાડો, ઉચ્ચ ફુગાવો અને વાસ્તવિક વેતનમાં સતત ઘટાડો થવાની આગાહી કરી છે.

સરેરાશ દસમાંથી સાત અર્થશાસ્ત્રીઓ વૈશ્વિક મંદીની આગાહી કરે છે.  તેઓ માને છે કે છેલ્લા કેટલાક મહિનામાં વૈશ્વિક અર્થતંત્રની સંભાવનાઓ નબળી પડી છે. સર્વે અનુસાર, 10માંથી નવ અર્થશાસ્ત્રીઓ 2023માં યુરોપમાં વૃદ્ધિ નબળી રહેવાની અપેક્ષા રાખે છે.  પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા પ્રદેશ, અમેરિકા, દક્ષિણ એશિયા અને લેટિન અમેરિકામાં મધ્યમ વૃદ્ધિની અપેક્ષા છે.

ડોલરનું ભારણ ઘટાડવા રૂપિયા-રૂબલનો ભાવ ફિક્સ રાખવા એસબીઆઈનું આહવાન

Rep

સેન્ટ્રલ બેંકોએ એકસાથે આવવાની જરૂર છે અને રૂપિયાના વેપારને સફળ બનાવવા માટે રૂપિયા-રુબલ જોડીને નિશ્ચિત વિનિમય દર સાથે જોડવા માટે સંમત થવાની જરૂર છે તેવું એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે.  એસબીઆઈ ગ્રૂપના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે આયાતકારો કે નિકાસકારો રૂપિયા-રુબલના વેપારમાં ચલણના જોખમને સહન કરવા તૈયાર નથી. રિઝર્વ બેન્કે ડોલરનું ભારણ ઘટાડવા માટે રૂપિયા અને રૂબલનો ભાવ ફિક્સ રાખવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.