Abtak Media Google News

ગોંડલ, ઉપલેટા, જેતપુર, સુરેન્દ્રનગરના રતનપર અને શાપર જુગારના દરોડા: ૫૮ની ધરપકડ, રૂ૫ લાખનો મુદ્દામાલ કબ્જે

શ્રાવણીયા જુગારની મૌસમ પુર બહાર ખીલી હોય તેમ રાજકોટ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર શરૂ થયેલા જુગાર પર પોલીસે દરોડા પાડી ૫૮ શખ્સોની ધરપકડ કરી રૂ.૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

Advertisement

ઉપલેટાના વીજળી રોડ ચંદ્રાવાડીયા સમાજ પાસે જાહેરમાં જુગાર રમતા રમેશ માધવદાસ ગોંડલીયા, નિલેશ ભૂપત મેઘનાથી, અરવિંદ ઓધવજી જેઠવા, અજય કિશોર મકવાણા, નારણ નાથા બાબરીયા અને ધમેન્દ્ર મગન મકવાણા નામના શખ્સોને રૂ૧૦,૧૩૦ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

જેતપુરના રબારીકા રોડ પર પિતૃકૃપાનગરમાં રાજુ વસુભાઇ ગોસાઇના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજુ ગોસાઇ, ભરત ટપુ દાવરા, હરસુખ અર્જુન રાદડીયા, રમેશ કરશન સભાયા, રમણીક ગોવિંદ ધામી અને રાજેશ સમજુ પાદરીયા નામના શખ્સોને રૂ.૫૮,૪૫૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

શાપર એસઆઇડીસી રોડ હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા ડેનિશ ગીરીશ ધડુક, ગોપાલ જમનાદાસ સવસાણી અને વિજય રણછોડ કલોલારૂ.૬,૭૧૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

ગોંડલના કુંભારવાડા કીર્તી મમરાના ખૂણા પાસે જાહેરમાં જુગાર રમતા કિરીટ આંબા ભૂવા, રવિ લીંબા વોરા, કિશોર વલ્લભ ગોંડલીયા, બાબા લખા સરસીયા અને જીજ્ઞેશ ઉર્ફે કાળુ લીંબા વોરા નામના શખ્સોને રૂ.૧૦,૯૨૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

ગોંડલના ત્રાકુડા ગામે શન્ની ઉર્ફે ભોલો બળદેવ, રોહિત સુખદેવ, પ્રદિપ રાજા, અર્જુન રવજી, મુકેશ લાલજી, ખીમજી ઘેલા, કમલેશ રવજી, ગાંડુ રાજા, જીતેશ રામજી, કલ્પેશ નાથા, રતિલાલ ચીમન, હરેશ બચુ, રાજેશ કરમશી અને રાજુ ભાવસિંગ નામના શખ્સોને રૂ ૬૭,૩૯૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

સુરેન્દ્રનગરના રતનપર ગામે જાહેરમાં જુગાર રમતા ચંદુ કરશન પટેલ, નાગર મોહન પટેલ, રાકેસ મગન પટેલ, રમણીક રામજી કોળી, જીતુ મંગારામ, અશ્ર્વિન શંકરલાલ મકવાણા અને સુખા મોહન પટેલ નામના શખ્સોને રૂ૭૩,૭૦૦ની રોકડ અને રૂ.૨૦ હજારના પાંચ મોબાઇલ, રૂ૧.૫૦ લાખના પાંચ બાઇક મળી રૂ૨.૪૩ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા શિવમ પાર્કમાં રહેતા કમલેશ દામજી મોલીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝનના પી.એસ.આઇ. પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા કમલેશ દામજી મોલીયા, જયંતી વિહા પરાલીયા, જયસુખ નરશી સારડીયા, સુભાષ લાખા સોનારા, હરેશ રાજુ મકવાણા અને અશોક નરશી સારડીયા નામના શખ્સોને રૂ૧૨,૮૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

મિલપરામાં રાજાણી એપાર્ટમેન્ટમાં રહેતા અતુલ હરકિશન રાજાણીના ફલેટમાં જુગાર રમતા અતુલ હરકિશન રાજાણી, દિપ રાજુ જીવરાજાણી, રવિ જયંતી પોપટ, કિલ્લોલ મુકેશ રાજવી, જય હરેશ કોટક અને પાર્થ પ્રફુલ કોટક નામના શખ્સોને ‚રૂ.૫૯,૭૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

લાપાસર બેકબોન ભરડીયા પાસે જાહેરમાં જુગાર રમતા હસમુખ સામત પરસાડીયા, વિજય ગોબર પરસાડીયા, કિશોર દાના પરસાડીયા, લાલજી લીંબા પરસાડીયા અને દિનેશ સામત પરસાડીયા નામના શખ્સોને ‚ા.૨૨,૫૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.