Abtak Media Google News

ગૂડ ન્યૂઝ…કપીલ શર્મા હજુ એક વર્ષ હસાવશે: સિધુની શાયરી કેક પરની આઈસિંગ

ગૂડ ન્યૂઝ કપીલ શર્મા શોને ૧ વર્ષનું એકસ્ટેન્શન મળ્યું છે. જી હા, કપીલ શર્માની કોમેડી હજુ વધુ ૧ વર્ષ માણવા મળશે. ઉલ્લેખનીય છે કે સોની ટીવી ચેનલ ઉપર દર અઠવાડિયે શનિવાર-રવિવાર રાતે ૯ થી ૧૦:૩૦ સુધી આપણા ડ્રોઈંગ ‚મમાં ‘હસાયરો’ જામે છે. લોકો ધ કપીલ શર્મા કોમેડી શો વીક એન્ડમાં જોઈને આખા અઠવાડિયાનો ‘માનસિક થાક’ ઉતારી નાખે છે.

ઉલ્લેખનીય છે કે આ શોનું મહત્વનું પાત્ર ડો.મશહૂર ગુલાટી (સુનીલ ગ્રોવર) અત્યારે ‘રિસામણે’ બેઠું છે. તેથી શોની ટીઆરપી ઘટી ગઈ છે. એવામાં સહુ કોઈને લાગતું હતું કે, ધ કપીલ શર્મા શોની ‘આવરદા’ ઘટી જશે. પરંતુ શોના ચાહકો-દર્શકો માટે ગૂડ ન્યુઝ છે કે તેને ૧ વર્ષનું એકસ્ટેન્શન મળી ગયું છે. તેથી આનંદો શોને માણોને મજા કરો.

કપીલ શર્મા અત્યારે ફિલ્મ ‘ફિરંગી’નું શુટીંગ ઉપરાંત શોના એપિસોડ પણ શૂટ કરી રહ્યો છે. તેવામાં તેની તબિયત બગડી હતી.

આ સિવાય કપીલ શર્માની સમાંતર ક્રિષ્નાનો કોમેડી શો પણ સોની ટીવી પર આવે છે. જો કે આ શો કપીલના શો જેટલો પોપ્યુલર થયો નથી.

કપીલ શર્માના શોમાં નવજોતસિંઘ સિધુની શાયરીઓ કેક પરની આઈસિંગ સમાન છે. કોઈપણ મહેમાન પર સિધુજી ઈન્સ્ટન્ટ શાયરી બનાવી નાખે છે. તેમાં તેમની માસ્ટરી છે. આ એક સારી બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.