Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ વચ્ચે જૂનાગઢ જિલ્લા અને સોરઠ પંથકમાં સવિશેષ મેઘરાજાની કૃપા થઈ રહી હોય તે ગઈકાલે બપોરથી શરૂ થયેલા વરસાદથી જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં એકથી પાંચ ઈંચ સુધીનો વરસાદ આજે સવાર સુધીમાં નોંધાયો હતો.

સુરત પંથકમાં બે દિવસથી શરૂ થયેલા વરસાદી માહોલમાં ગઈકાલે બપોર પછી એકાએક વાતાવરણ બદલાયું હતું અને ધીમી ધારે શરૂ થયેલો વરસાદ આખી રાત વરસ્યો હતો. જૂનાગઢ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમીધારે આખી રાત વરસેલા વરસાદમાં સૌથી વધુ વિસાવદર તાલુકામાં સવા છ વરસાદ નોંધાયો હતો. ત્યારપછી માળિયામાં સાડા ચાર ઈંચ માણાવદરમાં સવાચાર ઇંચ માંગરોળમા ચાર ઇંચ જૂનાગઢમાં સવા ત્રણ ઇંચ ભેસાણમાં અઢી ઇંચ વંથલીમાં સવા બે ઇંચ મેંદરડા કેશોદમાં બે બે ઈચ વરસાદ સવારના છ વાગ્યા સુધીમાં નોંધાયો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ સોરઠ પંથકમાં ધીમીધારે મેઘાવી માહોલમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની કુલ વરસાદની સ્થિતિની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધી વિસાવદર તાલુકામાં ૧૫૪૫ મીમી એટલે કે ૬૨ ઇંચ પાણી વરસી ગયું છે જ્યારે મોસમના કુલ વરસાદમાં જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં અત્યાર સુધીનો ૧૨૯૧ મીમી ૫૨ ઇંચ, માળીયા ૧૨૭૧ એટલે કે ૫૧ ઈંચ, કેશોદ ૧૨૦૧ મીમી ૪૮ ઇંચ, વંથલી ૧૧૯૮ મીમી ૪૮ ઇંચ, જુનાગઢ ૧૧૧૫ મીમી ૪૪ ઇંચ, માંગરોળ ૯૯૧ મીમી ૩૯॥ ઈચ વરસાદ બધાઈ હો તો સવારના છ વાગ્યા સુધીના આ આંકડામાં અવિરત વધારો નોંધાયો છે. સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે જિલ્લાની તમામ નદીઓ અને નાના-મોટા પાણી નિકાલના વોકડા ઓમામાં સતત પાણી વહી રહ્યા છે. જૂનાગઢના ભવનાથ દાતાર અને ગીર નારના જંગલોમાં સતત વરસી રહેલા વરસાદથી દાતા ના ડુંગરમાંથી નીકળતી કાળવા નદીમાં ડેમ ઓવરફલો થઇને પાણી વહી રહ્યું છે. જ્યારે ભવનાથના પાણીથી સોનરખ, અને લોલ નદીમાં બે કાંઠે પાણી વહી રહ્યું છે ભવનાથનો સુદર્શન તળાવ દામોદર કુંડ ગાયત્રી મંદિર પાસેનું તળાવ અને શહેર મધ્યના નરસી સરોવરમાં પાણીની ભરપૂર આવકથી તળાવ અવરફલો થઈને વહી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ચોમાસાના અંતિમ ચરણના આ વરસાદથી મગફળી કપાસ તુવેર અને ધાનનના રામ મોલમાં ભારે ફાયદો કર્યું છે ખેડૂતો માટે કાચા સોના જેવા વરસાદથી આ વખતે જૂનાગઢ જિલ્લામાં કપાસ અને મગફળીના બમ્પર ઉત્પાદનની આશા જાગી છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલના પગલે જૂનાગઢ જિલ્લાના લગભગ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેતી કામ થઈ ગયું છે જિલ્લામાં હવે એક લોઠકા વારાપની પ્રતિક્ષા થઈ  રહી છે.

જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદનો માહોલ ભેસાણમાં બે કલાકમાં વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો ગઈકાલે બપોરથી શ‚ થયેલા વરસાદમાં જૂનાગઢના તમામ તાલુકાઓમાં વરસાદ નવા વર્ષે આજે સવારે ૬ થી ૮ દરમ્યાન વધુ ૨૩ મીમી વરસાદ વરસ્યો હતો ત્યારે ભેસાણ ઉપરાંત જૂનાગઢમાં વધુ ૯ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે માળિયા માંગરોળ અને માણાવદરમાં મેઘાવી માહોલમાં ૧ થી ૩ મી.મી વધુ વરસાદ નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.