Abtak Media Google News

પ્રસિઘ્ધ કથાકાર ભાર્ગવ દાદા ભકતોને જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવશે: દરરોજ રાત્રે ડાયરો, સંતવાણી અને રામામંડળ સહિતના વિવિધ કાર્યક્રમોની રમઝટ બોલશે

રાજકોટમાં બાપાસીતારામ ચોક, સોરઠીયા ગ્રાઉન્ડ, મવડી સ્થિત આવેલ કિશાન ગૌશાળા દ્વારા આગામી ૨૨ મેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ માટે વધુ વિગત આપવા કિશાન ગૌશાળાવતી ચંદ્રેશભાઈ પટેલ, મયુરભાઈ પાદરીયા, ગોરધનભાઈ ચૌધરી, દેવશીભાઈ બુસા અને પ્રવિણભાઈ વસોયાએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પ્રસિઘ્ધ કથાકાર વકતા ભાર્ગવદાદા ભકતોને કથાનું રસપાન કરાવશે. ૨૩મે સવારે ૯ કલાકે જીથરીયા હનુમાન મંદિરેથી કથા સ્થળ સુધી પોથીયાત્રા નિકળશે અને બપોરે ૩ કલાકે કથાનો પ્રારંભ થશે. બીજા દિવસે કપીલ જન્મ અને રાત્રે ડાયરામાં ખીમજી ભરવાડ, દાના ભરવાડ અને જતીન પટેલ રમઝટ બોલાવશે. ત્રીજા દિવસે ૨૪મીએ નૃસિંહ અવતાર અને રાત્રે અશ્ર્વિન જોષી દ્વારા માં-બાપને ભુલશો નહીં કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ચોથા દિવસે ૨૫મીએ રામજન્મ અને રાત્રે અલ્પાબેન પટેલ અને મનસુખભાઈ ડાયરાની જમાવટ કરશે. પાંચમાં દિવસે ૨૬મીએ ગોવર્ધનપુજા અને રાત્રીના કાન ગોપી ગ્રુપ (સેવંત્રા) દ્વારા નાટક યોજવામાં આવશે. છઠ્ઠા દિવસે ૨૭મેએ રૂક્ષ્મણી વિવાહ અને રાત્રે રામામંડળ તેમજ ૨૮મેએ પરિક્ષીત મોક્ષ અને રાત્રીના ગાય આધારીત ખેતીની માહિતી અને છાણીયું ખાતરનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત કિશાન ગૌશાળામાં અંધ-અપંગ, બિમાર, નિરાધાર, કતલખાને જતા બચાવાયેલા ૬૫૦ પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. ગૌપ્રેમીઓ ધર્મપ્રેમીઓને કિશાન ગૌશાળા દ્વારા કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.