Abtak Media Google News

“દરેક બાળકને બચપણમાં કાંઈક નવું કરી છુટવાની ધગશ અને ઉત્સાહ હોય છે, બાળક ભલે પછી ગરીબ કે તવંગરનું હોય !

ફોજદાર જયદેવ માટે લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાઠીનગરમાં જ એક નવીન પડકાર જનક બનાવોની હારમાળા શરૂ થઈ ગઈ. પોલીસ ખાતામાં ખાસ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ આવે એટલે પોલીસને લાલકીડીઓ ચડતી હોય તેવી લાગણી થાય છે. તેમાં લાઠીમાં દરરોજ સવાર પડે અને એક દુકાન તુટી હોય કે કેબીન તુટયાની ફરિયાદોઆવવા લાગી. જોકે આ બનાવોમાં બહુ મોટી રોકડ રકમની ચોરી થતી નહ તી ફકત ગલ્લામાંરાખેલા થોડા રૂપીયા અને દુકાનમાં રહેલી ખાવાની ચિજ વસ્તુઓની જ ચોરી થતી અને ચોર દુકાનમાં જ ખવાય તેટલી ચોકલેટો બીસ્કીટ વિગેરે ખાઈ જતા અને કયારેક દુકાનમાં કુદરતી હાજત પણ કરી જતા.

જયદેવે નાઈટ પેટ્રોલીંગ સખત કરી દીધી અને મુખ્ય બજારોમાં ફરજ પર જવાનોની સંખ્યા વધારી દીધી અને પોતે પણ ઓચિંતો રાત્રે ગમે તે સમયે ફરજ પરનાં જવાનોને ચેક કરતો પોલીસ દળના જવાનો પણ દીલથી અને પુરી ધગશથી ચોરને પકડવા પ્રયત્નો કરતા હતા. પરંતુ સવારે ચોરીની ફરિયાદ આવી જ હોય.

આથી જયદેવે હવે પોતે એકલા જ ગુન્હાવાળી જગ્યાએ જવાને બદલે ફરિયાદ આવે એટલેતુરંત ટાઉનના ચાવંડ આ.પો.ના ! ‘ગામડાબીટના અને આઈ.બી.ના જમાદારને પણ બોલાવી ગુન્હાવાળી જગ્યા ઉપર લઈ જતો અને આ જગ્યાનું નિરીક્ષણ કરાવતો. આરોપીઓ દુકાન કે કેબીનનું છાપરૂ તોડીને અંદર પ્રવેશ કરતા અને તેમાંથી જ પાછા નીકળી જતા હતા. જગ્યા જોઈને તમામ જમાદારો પોતે પોતાના મંતવ્યો રજૂ કરતા, કોઈ કહે છાપરૂ ફાડીને આવે છે. અને ત્યાંથી જ પાછા જાય છે.તેથી કોઈ બનેલા અને રીઢા ગુનેગાર જણાય છે. વળી કોઈજમાદાર મંતવ્ય આપે કે ચોર કાંઈક ને કાંઈક ખાઈને જાય છે. તા વાઘરી લાગે છે. તો કોઈ જમાદાર કહે કુદરતી હાજત કરી જાય છે તો આ એમ.ઓ. (મોડસઓપરેન્ડીકે ચોરીની પધ્ધતિ) કોઈ રીઢા લોહી ચાખી ગયેલા આરોપીની જણાય છે. જયદેવ અને સમગ્ર લાઠી પોલીસ દળના સતત પ્રયત્નો અને તકેદારીછતા ચોરી પકડવાનું તો દૂર રહ્યું પણ ચોરીઓ તો ચાલુ જ રહી આમ આ પ્રશ્ન પોલીસ માટે મોટો પડકાર બની ગયો હતો સમગ્ર લાઠી પોલીસ દળના તમામ ધમપછાડા અને દિવસ રાતના પ્રયત્નો છતા નવાઈની વાત તો એ હતી કે જે વિસ્તારમાં પોલીસ જવાનની હાજરી હોય તે વિસ્તારમાં પણ ચોરીઓ થતી હતી અને પોલીસને કોઈ વ્યકિતતો ઠીક કોઈનો પડછાયો પણ જોવા મળતો નહિ.

એક દિવસ આઈ.બી.ના જમાદાર સામતસિંહે જયદેવ ને વાત કરી કે ‘સાહેબ ચોરીમાં બીસ્કીટ પણ જાય છે નહિ?’ જયદેવે કહ્યું !‘તમને દરેક બાબતાને ખ્યાલ રહે તે માટે જ’ ગુન્હાવાળી જગ્યાનું તમો તમામને નિર્દેશન કરાવું છું, છે કાંઈ વાવડ?’ સામતસિંહે કહ્યું કે આજે પોતે એક ડોકટર પાસે બેઠો હતો. ત્યાં એક  માલધારી તેના આઠ-દસ વર્ષના છોકરાને લઈને ડોકટરને તબીયત બતાવવા આવેલો. માલધારીના છોકરાનું પેટ ખરાબ થઈ ગયું હતુ અને ઘેર કાંઈ ખાતો નહતો. તેમ ફરિયાદ હતી તેથી ડોકટર છોકરાને પૂછયું એલા કેમ જમતો નથી? તો છોકરાએ કહ્યું બહાર બીસ્કીટ ચોકલેટ ખાધા હોય પછી ઘેર શું  ભાવે? માલધારીએ તેના છોકરાને કહ્યું ‘એલા ઘેર રોટલાની કયાં તાણ બળી છે તે આવું બજારનું ખા ખા કરે છે?’ આવી ચર્ચા સાંભળી છે તો મને થયું કે લાવો સાહેબના ધ્યાન ઉપર મુકુ. જયદેવે તુરત જ સામતસિંહને ડોકટર પાસે મોકલી માલધારીના નામ સરનામા મેળવી લીધા અને સામતસિંહને જ આ માલધારીને ચાવંડ દરવાજે ટ્રાન્સપોર્ટ ઓફીસે બોલાવી લાવવા કહ્યું.

ચાવંડ દરવાજાની ટ્રાન્સપોર્ટ ઓફીસ એટલે આમ જનતાના લગભગ પ્રશ્ન ના નિરાકરણનું સ્થળ. જયદેવે માલધારી ને સીધોજ અર્થસભર અને મુદાનો પ્રશ્નો પૂછયો કે ‘છોકરાને દરરોજ કેટલા રૂપીયા વાપરવા આપો છો? તો તેણે કહ્યું ‘એક પાઈ પણ નહિ, માંડ મહિને દાડે બે છેડા ભેગા કરતા હોય તેમાં આવા અપલખણ અમને પોસાય નહિ.’ જેથી જયદેવને જે જવાબ જોઈતો હતો તે મળી ગયો. અને માલધારીના છોકરાને બોલાવ્યો અને પૂછપરછ કરી પણ તેમણે અગાઉ નકકી થયા મુજબ સાચી વાત ગળતો હોય તેમ લાગ્યું અને પૈસા કયાંથી લાવતા તે હકિકત જણાવી શકયો નહિ. આથી જયદેવે શામ-દામ અને ભેદની રીતે સલુકાઈથી પૂછપરછ કરતા આ ભોળા ગોવાળીયાએ તમામ બનાવનાં અને તમામ આરોપીઓના વટાણા વેરી નાખ્યા અને જે ખરેખર હકિકતો બની હતી તે જણાવી દીધી.

વાત એમ હતીકે લાઠી ગામના પરામાં આવેલ શ્રમજીવી લત્તામાં છ સાત જુદી જુદી જ્ઞાતિના છોકરાઓ લતામાં એકઠા થતા અને મોય દાંડીયા સંતાકુકડીની રમતો રમતા અને બધા સાથે મળીને બજારમાં પણ આંટો મારતા આજે છોકરાઓના નામ આપેલા તે તમામ છોકરાઓ આર્થિક તાણ વાળા કુટુંબના જ હતા અને તેમના મા-બાપ સાંજ સુધી મહેનત મજુરીનું કરે ત્યારે ખાવા ધાન ભેગા થતા તેવા કુટુંબો હતા.

આ છોકરાઓ બજારમાં આંટો મારતા ત્યારે ખાસ કલાપી સીનેમા સામે આવેલ બજારમાંની દુકાનોમાં ગ્રાંહકોને આકર્ષવા માટે જે રીતે ચોકલેટો બીસ્કીટો ના પાકીટો કલાત્મક રીતે ગોઠવેલા તે જોઈને આ છોકરાઓ પણ લલચાતાને તે ખાવાની ખૂબજ ઈચ્છા થતી પરંતુ શું કરે? મા -બાપ પૈસા વાપરવા આપતા ન હતા.

આથી એક દિવસ આ ટોળકી બેસીને ગપ્પા મારતી હતી આ છસાત છોકરા પૈકી બેજ છોકરા પ્રાથમિક સ્કુલમાં એકડીયા બગડીયા ભણતા બાકી બધા હાલતો બચપણનો આનંદ માણતા હતા. પરંતુ ભવિષ્યમાં મજુરી કરવાની ઉમર થાય તેની રાહ જોતા હતા. આ ટોળકીમાં સૌથી નાનો પાંચેક વર્ષનો એક ‘ગટ્ટી’ હતો તે સૌથી નાનો પણ આઠ દસ વર્ષની ઉંમરના છોકરાઓ પણ તેની સલાહ લેતા. ગટ્ટીએ દરખાસ્ત મૂકી કે આપણે આમ કયાં સુધી જોયા કરીશું? મારી પાસે એક યુકિત છે. આપણે રાત્રે વાળુ પાણી કરીને કલાપી સીનેમા પાસે એકઠા થવું અને જેવો ફિલ્મનો છેલ્લો શો છૂટે એટલે તમામે બજારની અંદર દરવાજો ધરાવતી નિશાળના કમ્પાઉન્ડમા સંતાઈ જવાનું અને હું આ નિશાળની દિવાલ પાસેથી બજારમાંથી પોલીસ સ્ટેશન જતા રસ્તાના ખૂણા ઉપર આવેલ ટાયર પંચરની દુકાનની બહાર પડયા રહેતા ઉપર નીચે ગોઠવેલ ટાયરના વચ્ચેના ગોળ ખાલી ભાગે સંતાઈ રહીશ અને સમયાંતરે ટાયરમાંથી ઉભો થઈ પોલીસ તથા લોકોની અવર જવરની તમને જાણ કરીશ. તમારા પૈકી એક જણ મારી સામેની દિવાલ પાસે જ સંતાઈ રહેજો. અને આ ગોવાળીયો સૌથી લઠ્ઠ અને ઉંચો છે. તેના ખંભેથી દિવાલ ઉપર થઈ દુકાનના છાપરા ઉપર ચડી જઈ છાપરૂ ખોલી એક બે જણ અંદર અને એક છાપરા ઉપર તે પ્રમાણે ગોઠવણ કરીને કામ પતાવી દઈએ તો કોઈને ખબર ન પડે. લાઠીની આ બજારની મોટાભાગની દુકાનો તૂટેલી તે આ નિશાળની કંપાઉન્ડ વોલની બહાર આવેલી તે દુકાનો જ તૂટેલી. પહેલી કેબીન તોડતી વખતે થોડો ડર અને ખચકાટ થયેલ. પરંતુ તે પછી તો ફાવટ આવી ગયેલી અને માલ આવી ગયા પછી ગટ્ટી જેવો ઈશારો કરે એટલે તમામ ગામની બહાર ચાલ્યા જતા અને મહેફીલ કરતા દુકાનના ગલ્લામાંથી જે કાંઈ થોડા ઘણા રોકડા નાણા મળ્યા હોય તે એક ચોકકસ જગ્યાએ દાટી દેતા અને તે પૈસા વડે દિવસના સમયે તમામ એકઠા થઈ ઈચ્છા પડે તે મીઠાઈઓની મોજ કરતા હતા!

આ વાત કરતા કરતા આ માલધારી બાળકના હાવ ભાવ અને વર્તનમાં કોઈ ગજબનો આનંદ અને ઉમંગ તથા સફળતાનો અહેસાસ કરતો હોય તેમ લાગતુ હતુ.

દેશી હોય કે વિલાયતી ગરીબ હોય કે તવંગર તમામ વ્યકિતને પોતાના શૈશવ યાને કે બચપણની યાદો “The Golden Era એટલે કે જીંદગીના સૂવર્ણ યુગ જેવી મીઠી લાગતી હોય છે. તમામને પોતાનું બચપણ યાદ આવતા આંતરીક લાગણીઓ ઝણઝણી ઉઠતી હોય છે. એ બચપણના દિવસો તે સમયનું ઘર, શેરી,નિશાળ, સીમ વગડો અને નદી તળાવના અને અન્ય અદભૂત દ્રશ્યો અને અનુભવો નજર સામે દોડવા લાગે છે. આ અંગે ગાયક જગજીતસિંહ એક કાવ્ય અદ્ભૂત ગાયું છે.

‘યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો,

ચાહે છીનલો મુઝસે મેરી જવાની,

મગર મુજકો લૌટાદો બચપન કા સાવન,

વો કાગઝ કી કશ્તી, વો બારીશ કા પાની…

તેમાં પણ ખાસ પોતાના વતનથી દૂર કપરી અને હાડમારી વાળી ફરજ બજાવતી વ્યકિતને પોતાનું શૈશવ યાદ વધારે આવતું હોય છે. એટલે વાલમીકી રામાયણમાં ભગવાન શ્રી રામે લક્ષ્મણને લંકા વિજય પછી સોનાની સમૃધ્ધ નગરી લંકા હોવા છતાતેમને ગમતુ નહતુ અને કહ્યું કે અપિ સ્વર્ણમયી લંકા, નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ ચ સ્વર્ગાઈ અપી ગરીયસી કેમ કે જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. જેમ બાળકને હરહાલમાં માતા અતિશય વહાલી હોય તે રીતે ખાસ સરહદ ઉપર જવાનોને પણ પોતાની માતૃભૂમિ કે જન્મભૂમિ સ્વર્ગકરતા પણ વધારે વહાલી લાગતી હોય છે. અને તેને કારણે જ યુધ્ધ લડતા લડતા જવાનો માતૃભૂમિ કાજે જાન પણ કુરબાન કરી દે છે.

આમ વિચાર કરતા કરતા જયદેવ પણ આ ગોવાળીયાની વાતો સાંભળીને પોતાના શૈશવની યાદોમાં ઉંડો ઉતરી ગયો. પોતાના વતન વરતેજ ગામની નીશાળ, માલેશ્રી નદી, સોળમતીયો તળાવ, ગામનું બીડ, ભીકડાનો ડેમ ભંડારના ડુંગરાઓ વરતેજની દાડમ -જમરૂખની વાડીઓ અને આંબાના વન નજર સામે હીલોળા લેવા માંડયા, રજાના દિવસોમાં માલેશ્રી નદીના મેરૂના ઘરામાં ધૂબકા ખાવાની મજા તેમજ સોળમતીયા તળાવ, ભીકડાના ડેમ અને ફૂલસરની ખાણોમાં નહાવાની અને તરવાની મોજ યાદી આવી. બપોર સુધી નાહ્યા બાદ કકડીને ભૂખ લાગે એટલે ટોળકી ઘર તરફ પ્રયાણ કરતી પરંતુ ટોળીનો દાણીયા જેવો સભ્ય મોરલી કે જે શાહબુદીન રાઠોડની હાસ્યકૃતિના પાત્ર વનેચંદ જેવો નીશાળમાં દરેક ધોરણમાં બે બે પ્રયત્નો કરતો મોટા ભાઈઓ સાથે પણ ભણી ચૂકેલો એ મોરલી ભૂખથી વ્યાકુળ થઈ પોતાની ફીલોસોફી હાંકતો કે ભણવામાં આવ્યું છે કે ગાંધીજીએ પણ બચપણમાં પોતાના ઘરમાંથી સોનાના કડા ચોર્યા હતા. આપણે એવું કયાં કરવું છે. આપણે તો પંખીની જેમ ફળ જ ખાવા છે ને? તેમ જોડીદારોને ઉશ્કેરતો આથી જે વાડી પહેલી આવે દાડમ, ઝમરૂખ કે આંબાનું વન તેમાં ટોળકી વાડમાં છીંડુ પાડીને ઘુંસી જતી અને ફળોની જયાફત ઉડાવતા તેની પણ યાદ આવી ગઈ.

વરતેજની વનરાઈની યાદ આવી તો જયદેવને રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી રચિત ‘સૌરાષ્ટ્રની રસધાર’નું સૌપ્રથમ પ્રકરણ “રંગ છે રવાભાઈને પણ યાદ આવ્યું. આ પ્રકરણની શરૂઆતમાં જ તેમણે વરતેજ ગામની સીમનું ભાવવાહી પણ રસમય વર્ણન કર્યું છે કે’… ઘોડેસવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલામોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વરતેજના આંબાવાડીયાની સાખો ચાખતી કોયલો ડાળે ડાળે હીંચકે છે. આવું સોને મઢ્યું સવાર, આવા ગહેકતા આંબેરણ, ઉંચા ઘાટા ચાસટીયામાંથી ગળાઈને આવતો મીઠોપવન, અને દેવ પંખીના ટૌકાર,…’ સ્વ. મેઘાણીએ તેમાં વર્ણવેલા ઘેઘુર કાળીયા આંબાને જયદેવે બચપણમાં માલેશ્રી નદીના કાંઠે જોયેલો પરંતુ હાલમાં તે ઔદ્યોગીકરણની ઝડપમાં નાશ પામી ગયો છે. અને વરતેજની વનરાઈ પણ ઝાંખી પડી ગઈ છે.

જયદેવને બીજી યાદ આવી કચ્છના લેખક સ્વ. દુલલેરાય કારાણી લેખીત તેમની પ્રસિધ્ધ મહાન ઐતિહાસીક કૃતિ ‘કચ્છ કલાધર’ જેના બીજા ભાગના ૨૧માં પ્રકરણનાં અંતમાં સ્વ. કારાણીએ ભાવનગરના દરબારમાં કોઈ નવા કવિએ પોતાની કૃતિ રજૂ કરેલી તેનું રસપ્રદ વર્ણન કરી ને લખ્યું છે કે

‘ભલા સિહોરના ડુંગરા, ભલા વરતેજના વન, ભલો મહુવાનો રાન બાગ, ભલા ભાવસિંહજી મહારાજ’

જેમાં પણ લેખકે વરતેજના વનનો ગૌરવ શાળી ઉલ્લેખ કર્યો હોય. તો ફોજદાર જયદેવતો ત્યાં જન્મ્યો હતો, ધૂળમાં આળોટેલો, ત્યાં રહીને કોલેજ સુધીનો અભ્યાસ કરીને થોડો સમય નોકરી પણ કરી હતી તો આવા મહામુલા પોતાના વતન વરતેજની યાદ આવે એટલે મન ગદગદીત થઈ જ જાય તે હકિકત છે.

જયદેવે કયાંક વાંચેલુ કે બાળકોએ દેશના આવતા દિવસોની સંપત્તિ છે બાળકો દેશ અને સમાજ માટે એક સારી હસ્તી બની રહે તે માટે વિચારવાની દેશના તમામ નાગરીકોની ફરજ છે. અને તો જ સમાજ લોકશાહીના ફળો શાંતિ અને સલામતીથી ખાઈ શકશે.નહિ તો જેમ એક બગડેલી કેરી આખા ટોપલાની કેરીને બગાડી નાખે તેવી હાલત સમાજની પણ થાય.

જયદેવને મનમાં થયું કે આવા ભાવુક અને રળીયામણા લાઠી ગામમાં જો આવી ગુનેગાર ગેંગ પેદા થવાની હોય અને હવે પોતે તે અટકાવવા કાંઈ કાર્યવાહી ન કરે તો તે પાપ નોભાગીદાર પોતે પણ બને. તેથી આ તમામ ગરીબ કુટુંબના બાળકો આ અવળો રસ્તો છોડી પાછા સારા માર્ગે વળે તેવું આયોજન કરવાનું વિચાર્યું.

દરેક બાળકને બચપણમાં કાંઈક નવુ કરી છૂટવાની ધગશ ઉમંગ અને ઉત્સાહ હોય છે. ભલે પછી બાળક ગરીબનું હોય કે અમીરનું હોય. આ ઉત્સાહ કે ઉમંગનું પરિણામ બાળકને કેવી સોબત, કેવું વાતાવરણ અને કેવા સંજોગો મળે છે તેના ઉપર આધાર રાખે છે. જયદેવે તેના જવાનોને હુકમ કર્યો કે તમામ બાળ આરોપીઓને તેમના વડીલ કે વાલીની સાથે રજૂ કરો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.