Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સિક્કિમના પાક્યોંગમાં રાજ્યના પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાં સુધી પહોંચવા દરમિયાન રસ્તામાં વડાપ્રધાને સિક્કિમની વાદીઓના કેટલાક ફોટાઓ શેર કર્યા. તેમણે સિક્કિમને શાનદાર કહ્યું. આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી ફક્ત 60 કિમી દૂર છે. એટલે રણનૈતિક દ્રષ્ટિએ આ એરપોર્ટને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ 620 કરોડ રૂપિયાના ખર્ચે આ હવાઈઅડ્ડાનું નિર્માણ કર્યું છે.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રવિવારે કહ્યું કે સિક્કિમ બન્યાને 40 વર્ષ થઈ ગયા, પરંતુ રાજ્યને દુનિયાના હવાઈ નકશા પર હવે જગ્યા મળશે. તેમણે આશા દર્શાવી છે કે તેનાથી રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે. અહીંયા પેસેન્જર પ્લેન ઉપરાંત વાયુસેનાના વિમાન પણ ઉડ્ડયન કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.