Abtak Media Google News

તમને ખ્યાલ જ હશે કે આપણાંમાં રીવાજ છે કે નવજાત જન્મેલા બાળકને બાળપિયામાં તેમના પરિવારના વડીલો તરફથી આશીર્વાદ રૂપે ચાંદીનો વાટકો, ચમચી અને પ્યાલો અપાય છે. કોઈ ચાંદીનો ઘુઘરો કે ચુસણીયું પણ આપે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે ચાંદીના વાસણમાં પાણી કે દૂધ પીવાથી શિશુ અનેક રોગોથી બચી શકે છે. ચાંદીમાં અનેક પ્રકારના રોગોની સામે રક્ષણ આપવા જેવું તત્વ રહેલું છે.

ચાંદીના વાસણમાં પાણી પીવાથી ગંભીર બીમારીઓ રહે છે જોજનો દૂર

ચાંદીમાં રહેલ ઔષધિય ગુણો માત્ર નાના બાળકોને જ માટે નહીં પરંતુ મોટાં લોકોને માટે પણ ગુણકારી હોય છે.  ફક્ત દિવસમાં એકવાર પણ ચાંદીના પ્યાલા કે ગ્લાસમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી નિવડી શકે છે.ચાંદીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરમાં ઠંડક જાળવી રાખી શકે છે, જે શરીરની અંદરનું તાપમાન નિયંત્રિત રાખે છે. જ્યાં ગરમી વધુ હોય એવા પ્રદેશોમાં આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક રહે છે. ચાંદીના વાસણમાં દરરોજ પાણી પીવાથી મન શાંત રહે છે, ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ક્રોધ ઓછો થાય છે. જે તાણથી બચી શકાય છે. આ એક પ્રકારે સ્ટ્રેસ બુસ્ટર પણ કહી શકાય છે.

ચાંદીના પ્યાલામાં પાણી પીવાથી યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે અને આંખોની સમસ્યાઓથી પણ રાહત આપે છે. આનું પાણીથી આંખો ધોવાથી બળતરામાં પણ રાહત આપે છે. કેમ કે તે પાણી કુદરતી રીતે જ ઠંડું પડી ગયું હોય છે.

કફ અને પિત ને દુર રાખે છે

ઘણા લોકોને કફ અને પીતની સમસ્યા હોય છે ત્યારે ચાંદીના વાસણમાં પાણી પીવાથી આ તકલીફ ભૂતકાળ બની જાય છે અને શરીરને યોગ્ય રીતે સંતુલિત રાખે છે.

ઉર્જા અને શક્તિમાં વધારો કરે છે.

ઉર્જા અને શક્તિમાં વધારો કરવા માટે ચાંદી અત્યંત ગુણકારી છે અને તે શરીરમાં ઠંડક જાળવી રાખે છે શરીરમાં ઠંડક હોવાથી  મનુષ્યને ઉર્જા અને શક્તિમાં વધારો થાય છે.

એન્ટી બેક્ટેરિયલ ગુણ

ચાંદીના વાસણોમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે ખાવામાં હવામા મળી આવતા કીટાણુઓથી બચાવે છે. જેનાથી સ્વાસ્થ્યને યથાવત રાખવામાં મદદ કરે છે.

પાચન થાય છે મજબૂત

ચાંદીના વાસણોમાં ભોજન કરવાથી પાચન શક્તિ મજબૂત હોય છે. પેટથી જોડાયેલી બિમારીઓ થવાનું જોખમ ઓછું હોય છે. એનાથી શરીરમાં મેટાબૉલિઝ્મને સારું બનાવી રાખવામાં મદદ મળે છે. આ શરીરને ઠંડું રાખવાની સાથે તાપમાન યોગ્ય રાખે છે. જેનાથી ગુસ્સો કંટ્રોલમાં રહે છે.

કેન્સર સામે લડવાની ક્ષમતા

ચાંદીનું પાણી પીવાથી જે કેન્સર સામે લડવાની જે તાકાત છે તે ખૂબ મોટી છે એટલું જ નહીં ચાંદીના વાસણમાં પાણી પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી મુક્તિ મળે છે કારણ કે ચાંદીના વાસણમાં એન્ટિઓક્સિડન્ટ જે હોય તે કેન્સર સામે લડવા માટે ગુણકારી છે.

નયણા કોઠે ચાંદીમાં વાસણમાં રાખેલું પાણી અનેક વિધ રીતે ઉપયોગી

માં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ ચાંદીમાં રહેલું પાણી નયણા કોઠે પીવે તો તેને અનેક શારીરિક ફાયદાઓ પહોંચે છે. માનવા મુજબ આખી રાત ચાંદીના વાસણમાં રાખેલું પાણી સવારના નયણા કોઠે પીવાથી અનેક ફાયદાઓ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.