Abtak Media Google News

દેવદત બળવંતરાય પંડયાએ દોઢ વર્ષ સંભાળી જવાબદારી

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ શાસનાધિકારી દેવદત બળવંતરાય પંડયાના જે-તે સમયે દોઢ વર્ષના કાર્યકાળ દરમ્યાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વહિવટ પારદર્શક અને સરળ બને તે માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે.

ગુજ પે વડે તમામ શિક્ષકોનો પગાર કરાઈ છે તથા દરેક શિક્ષક મોબાઈલ એપમાં તેનો પગાર ફોર્મ નં.૧૬ વગેરે જોઈ શકે છે. ગુજ પે દ્વારા ઓટો જનરેટેડ પગારબિલ, કચેરીને બ્રોડબેન્ડ કનેકશન માટે ટાવરની ઉપલબ્ધી માટે અંગત રસ દાખવ્યો, તંત્રને અડચણ‚પ અથવા શિક્ષણને બાધ આવે તે તમામ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી, સમગ્ર તંત્ર તથા વ્યવસ્થા પારદર્શક કરવામાં આવી, ગુગલ શીટ વડે માહિતી વડે તમામ સ્તરે ઝડપી કામગીરી કરવામાં આવી, ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બહોળા પ્રમાણમાં પ્રવેશ બદલ શિક્ષણ સમિતિને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડે સન્માનિત કર્યા. ડી.એલ.શાહ નેશનલ એવોર્ડ માટે નોમીનેટ થયા.

દિલ્હી લેવલે પ્રેઝન્ટેશન આપેલ છે. ડીઝીટલ સુધારાઓના આધારે કવોલિટી એવોર્ડ માટે કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નેશનલ લેવલ સુધી એન્ટ્રી પહોંચી, ઉચ્ચતર પગાર ધોરણ તથા પેન્શન કેસમાં અંગત રસ લઈ ઝડપી નિકાલ કરવામાં આવે છે. સી.પી.એફની વર્ષોથી અટવાયેલી કામગીરીમાં ખુબ જ અંગત રસ દાખવી પૂર્ણ કરાવી તથા તમામ શિક્ષકોનું જુનું બાકી સી.પી.એફ જમા કરાવવાની કાર્યવાહી ચાલુ છે.

વિવિધ સ્પર્ધાઓ જેવી કે કલા, મહાકુંભ, ખેલ મહાકુંભ, રમતોત્સવ, સ્વચ્છતા કામગીરી વગેરેમાં શિક્ષણ સમિતિએ સફળતા મેળવેલ છે. ડીબીટીથી તમામ શિક્ષકોના ખાતામાં એક સાથે પગાર, લાંબા સમયથી પેન્ડિંગ જીસ્વાન કનેકશનની પૂર્તતા કરી ટાવર અને કનેકશન પ્રસ્થાપિત કર્યું, કાર્યક્ષમ અને ટેકનોક્રેટ એચટીએટી આચાર્યોની શાળામાં પેસેન્ટર ફેરબદલી કરવાથી ઝડપી અને કાર્યદક્ષ પ્રણાલીની શરૂઆત થઈ, ગુગલ સીટ અને ઈ-મેઈલ દ્વારા ઝડપી વહિવટી માહિતીનું આદાન પ્રદાન, લાંબા સમયથી પેન્ડિંગ ૯-૨૦-૩૧ વર્ષના ઉપધો પ્રકરણોનું નિરાકરણ, ૩૪૧ જેટલા શિક્ષકો ૧૪ વર્ષથી સીપીએફ કપાતથી વંચિત રહેતા હતો જેમના સીપીએફ અને પીઆરએએન નંબર મેળવી સીપીએફ કપાત શરૂ થઈ.

તમામ શાળાઓનાં ગુગલ મેપ પર લોકેશન લેવામાં આવ્યા, શહેરની નવી વોર્ડ રચના પ્રમાણે તાલુકા શાળાનું વિભાજન, તાલુકા શાળાના આચાર્ય તરીકે કાર્યક્ષમ અને કોમ્પ્યુટરના જાણકાર એચ.ટેટ આચાર્યની નિમણુક, દરેક તાલુકા શાળા દિઠ કોર્પોરેશનના ખર્ચે અંગત રસ લઈ ઓપરેટરની ફાળવણી, કચેરીના કારકુનોની કામની સમાન વહેંચણી તથા કામ કરવાની નિયમાનુસારની નિશ્ચિત પઘ્ધતિ નકકી કરી જેનાથી ઝડપી વહિવટી કામગીરીઓનો નિકાલ, ચેરમેનના સહકારથી કચેરીનું નવા મકાનમાં સ્થળાંતર તથા એસએસએ સ્ટાફ સહિત તમામની એક મકાનમાં ગોઠવણ, હાલ શહેરના દાતાઓને એક જુથ કરી તમામ શાળાના બાળકોને વિવિધ લાભો મળે તેવી વ્યવસ્થા ગોઠવાય રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.