Abtak Media Google News

“સપ્તરંગી સાંજ” જબરજસ્ત ઉત્સાહ: લોકોને ઉમટી પડવા હાંકલ “સપ્તરંગી સાંજ” જબરજસ્ત ઉત્સાહ: લોકોને ઉમટી પડવા હાંકલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1 લી મે, ‘ગુજરાત રાજ્ય સ્થાપના દિન’ની ઉજવણી રૂપ યોજાનારી લાઇવ મ્યુઝિકલ શો “સપ્તરંગી સાંજ” દ્વારા શહેરના નાગરિકોને જુના નવા ગીતોથી સંગીતમય બનાવશે.

“સપ્તરંગી સાંજ” કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

“ઈન્ડીયન આઈડોલ” મંચ થકી ઉપરોક્ત સિંગરોની લોકપ્રિયતાએ દેશ વિદેશના સિમાડા ક્રોસ કર્યા હતા. એક એકથી ચડિયાતા એવા આ સિંગરોમાં મોટાભાગના સિંગરો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારમાંથી આવે છે. ઈન્ડીયન આઈડોલના મંચે તેઓને એક નવી ઓળખ આપી અને આજે તેઓ પોતાના સુરીલા કંઠથી લોકોના હૃદ્ય પર રાજ કરી રહ્યા છે.

અત્યાર સુધી રાજકોટની જનતાએ આ સિંગરોને ટી.વી. પર કે યુ ટ્યુબમાં જ સાંભળ્યા છે, પરંતુ હવે તેઓને રાજકોટની જ ધરતી પર લાઈવ સાંભળવા-જોવાનો મોકો મળી રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓ આ મ્યુઝીકલ કાર્યક્રમને લઈને જબરદસ્ત ઉત્સાહ અને તાલાવેલી અનુભવી રહ્યા છે. આ કલાકારોનો કાર્યક્રમ લાઈવ નિહાળવો અને સાંભળવો એ એક યાદગાર સંભારણું બની રહેશે.

Screenshot 3 37

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.