કલ્યાણપુરના હેડ કોન્સ્ટેબલે રિવોલ્વરથી ગોળી ધરબી કર્યો આપઘાત

ખંભાળિયા નજીક ખોડીયાર મંદિર પાસે ભર્યું પગલું: કોરોનામાં પત્નીનું મોત થયું હતુંં

ખંભાળિયા નજીક ખોડિયાર મંદિર ખાતે ગત કાલે કલ્યાણપુરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પિસ્તોલ વળી ભડાકો કરી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મીના બે વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું બનાવ અંગેની મળતી માહિતી મુજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની ભાગોળે દ્વારકા હાઇવે પર આવેલા ખોડીયાર માતાજી મંદિર પાછળના ભાગે શુક્રવારે બપોરે પોલીસ કર્મચારી પ્રવિણભાઇ વાઘેલાએ રીવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીઘો હોવાનો બનાવ સામે આવ્યો હતો બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેય અને ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ પણ તુરંત ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. મૃતક પોલીસ કર્મચારી કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક પોલીસ કર્મચારી ખંભાળિયા પંથકના વતની હતા અને હાલ કલ્યાણપુર પોલીસ મથકમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે.જયારે તેના પત્નીનુ પણ કોરોના કાળ દરમિયાન મૃત્યુ નિપજયાનુ જાણવા મળ્યુ છે.આ બનાવના પગલે ચાર માસુમ બાળકીઓએ પિતાની પણ છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી સાથે શોકનુ મોજુ ફરી વળ્યુ છે.જયારે આ બનાવના પગલે પોલીસ બેડામાં પણ શોકની લાગણી છવાઇ છે.