સર જો તેરા ચકરાયે… દારૂડિયાનો શ્રેષ્ઠ અભિનય કરનાર જોની વોકર વિશેની જાણી-અજાણી વાતો

300થી વધુ ફિલ્મમાં કામ કરનાર કોમેડિયન જોની વોકર ગુરૂદતના નજીકના મિત્ર હતા, તેમના અવસાન બાદ દિલીપકુમાર અને શમ્મી કપુરે તેમને ઘણી મદદ કરી હતી

બહુ ઓછા લોકોને ખબર હશે કે ખબર હશે કે આજનો ટીવી એન્કર નાસિરખાન તેમનો પુત્ર છે, ‘અમ્મા’ ટીવી શ્રેણીમાં તેમને સુંદર અભિનય કરેલો

‘સર જો તેરા અકરાયે, યા દિલ ડૂબા જાયે’ આ ગીત સાંભળતા જે ચહેરો યાદ આવે તે જોની વોકરનો જન્મ 11 નવેમ્બર 1926ના રોજ ઇન્દોર ખાતે થયો હતો. મીલ મજુરના આ પુત્રનું અસલ નામ બદરૂદીન જમાલુદીન કાઝી હતું. પરિવારમાં એક માત્ર નોકરી કરનાર પિતાની નોકરી જવાથી પરિવાર મુંબઇ આવી ગયો હતો. પ્રારંભે બસ કંડકટરની નોકરી મળી, બસમાં મુસાફરોને હસી મજાક કરતા બદરૂદીન થોડા વખતમાં મશહુર થઇ ગયા.

આ ગાળામાં જાણીતા અભિનેતા બલરામ સહાનીની નજર પડતા તેમણે ગુરૂદત્ત સાથે મુલાકાત કરાવીને તેમણે તેમની ‘બાઝી’ ફિલ્મમાં દારૂડીયાની ભૂમિકા આપી આ ફિલ્મમાં તેનો અભિયન એટલો વાસ્તવિક હતો કે લોકો આફરીન થઇ ગયા હતા. આ ફિલ્મથી ગુરૂદત્તે  બદરૂદીનને જોનીવોકર નામ આપ્યું ને ફિલ્મ જગતને મહાન હાસ્ય કલાકાર મળ્યા, પછી તો ગુરૂદત્ત જોનીવોકરના સૌથી નજીકના મિત્ર બની ગયા હતા.

જોનીવોકર એટલા બધા જાણીતા બની ગયા કે નિર્માતાઓ તેમને લેવા પડાપડી કરતા અમુકે તો તેમને હિરો તરીકે લઇને છુમંતર, જોનીવોકર, મિ. કાર્ટુન જેવી ફિલ્મો પણ બનાવી હતી. જોની વોકર તેના દરેક કેરેકટરમાં અભિનયના પ્રાણ પુરી દેતા હતા. બોલીવુડની સફળતાએ તેમને સુપરસ્ટાર જેવી પ્રસિઘ્ધી અને ધનવર્ષા કર્યા બાદ પણ તેઓ હમેંશા સરળ અને અહંકાર વગરના માણસ રહ્યા હતા. ગુરૂદત્તની ફિલ્મ મિ. એન્ડ મિ. પપ ના સેટ પર નુરજહાર્ં સાથે મુલાકાત થતા બાદમાં તેમની સાથે લગ્ન કર્યા હતા. જોની વોકરે હાસ્ય માટે કયારેય ડબલ અર્થના ડાયલોગ બોલ્યા ન હતા. તેમની બોદી લેંગવેજ અને ચહેરા સાથે આંખોના હાવભાવથી શ્રેષ્ઠ અભિનય કરી શકતા હતા. તેમના પ્રેમદ્રશ્યો પણ મર્યાદા વાળા હતા.

એક વાત ખાસ નોંધવા જેવી છે કે બધા જ હાસ્ય કલાકારો ગરીબ પરિવારમાંથી આવ્યા છે હસવા કે હસાવવાની તાકાત જ તેમને એક માત્ર આશરો હોય છે. જોની વોકરે માત્ર 26 રૂપિયાવાળી કંડકટરની નોકરી પણ કરી હતી. ‘યે બંબઇ – હે મેરી જાન, સર જો તેરા ચકરાયે અને લગ્ન ગીત’ મેરા યાર બના હે દુલ્હા આજે પણ એટલા જ પ્રખ્યાત છે. ગુરૂદત્તને જોની વોકર નાસ્તો કરતાં હતા. ત્યારે એક વ્યકિતને ચંપી કરતા જોયોને તેના મનમાં વિચાર આવ્યોને જોની વોકરે તે જ પ્રસંગને સુંદર ગીત સાથે શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. હાસ્યમાં જયારે અશ્લીલતાનો પ્રવેશ થયોને જોનીવોકરે કામ કરવાનું છોડી દીધું હતું. મિત્ર ગુલઝારના આગ્રહને કારણે કલમ હસનની 1997માં આવેલી ફિલ્મ ચાચી 420 કામ કર્યુ જે તેમનીછેલ્લી ફિલ્મ હતી.

બોલીવુડમાં ખુબ જ સારુ માન ધરાવતા જોની વોકરને મધુમતિ ફિલ્મમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા અને ફિલ્મ ‘શિકાર’ માં શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. બહુ ઓછા લોકોને ખબર હશે કે આજનો ટીવી સ્ટાર નાસીનખાન તેમનો પુત્ર છે. ગુરૂદત્ત તેમના અંગત મિત્ર હોવાથી તેમના અવસાન બાદ જાણીતા ફિલ્મ કલાકાર દિલીપકુમાર અને શમ્મી કપુરે ગીતકાર ગુલઝારે તેમને ઘણી મદદ કરી હતી. જોનીવોકરે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેમની લગભગ બધી ફિલ્મોમાં તેમનો અભિનય, એકશન, સંવાદો આજે પણ દર્શકોને યાદ છે.

એ જમાનામાં તેના ઘણા ચાહકો હોવાથી જોનીવોકરનું નામ સાંભળતા જ ફિલ્મ જોવા સિનેમા ઘરોમાં ભીડ જોવા મળતી હતી. તેઓ વિશ્ર્વ પ્રસિઘ્ધ કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષ્મણીની જ કૃત્તિ લાગતા નામ તેમનું જોનીવોકર  પણ તેઓ દારૂને કયારેય હાથ નથી લગાડીયો, તેઓ ભારતીય ચલચિત્ર જગતના શ્રેષ્ઠ કોમેડિયન હતા. ર9 જુલાઇ 2003ના રોજ મુંબઇ ખાતે તેમનું અવસાન થયું હતું. લોકો આજે પણ તેની ફિલ્મો જોવા દિવાના છે. દરેક પાત્રની તેની જીવનશૈલી જ પડદા પરનું હાસ્ય હતું.

‘આનંદ’ ફિલ્મમાં તેનો અભિયન આજે પણ લોકો યાદ કરે છે. ગુરૂદત્તની તો લગભગ બધી ફિલ્મોમાં જોનીવોકર જોવા મળતા, સંગીતકારો હિરોની સાથે જોનીવોકર માટે ખાસ ગીતો બનાવતાહતા. ઓ.પી. નૈયર તો ખુબ જ સફળ ગીતો જોની વોકર માટે બનાવ્યા હતા. 1950, 60, 70 ના આ ત્રણ દશકામાં સર્વ શ્રેષ્ઠ કોમેડિયનમાં જોની વોકરનું નામ અગ્રસ્થાને લેવાય છે. તેઓ 10 ભાઇ-બેન હતા. તેઓ મોટા હોવાથી ઘરની જવાબદારી તેના ઉપર હતી તેમણે બચપણથી જ ફિલ્મ કલાકાર બનવાનો શોખ હતો. જોની વોકરે તમામ મોટા ડાયરેકટર્સ સાથે કામ કર્યુ જેમાં જાલ, હમસફર, મુગલ-એ-આઝમ, મેરે મહેબુબ, બહુ બેગમ, મેરે હઝુર, દેવદાસ, ટેકસી ડ્રાઇવર જેવી હિટ ફિલમોનો સમાવેશ થાય છે. બોલીવુડના ભૂતકાળમાં ટેકસી ડ્રાઇવર જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

બોલીવુડના ભૂતકાળમાં એવા ઘણા કલાકારો આવ્યા જેને આજે પણ લોકો યાદ કરે છે, જોની વોકર આ પૈકી એક છે જેને પોતાના અનોખા અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. તેના અભિનયની ચર્ચા આજે પણ થાય છે. હિન્દી સિનેમાની કોમેડીની વાત આવે ત્યારે જોની વોકરનું નામ પ્રથમ લેવાય છે. 1950 થી 70 ના ગાળાની ફિલ્મોમાં તેમનું હોય તે જ ફિલ્મની સફળતાની ગેરેટી ગણાતી હતી. તેમની પ્રથમ ફિલ્મ ‘બ્રાઝી’ (1951) થી જ તેમનો સિતારો ચમકી ગયો હતો. સી.આઇ.ડી., પ્યાસા, ચોરી ચોરી જેવી ફિલ્મોએ તેને સ્ટાર બનાવી દીધો હતો.

નયાદૌર (1957), ટેકસી ડ્રાઇવર (1954), મધુમતિ (1958), જેવી હીટ ફિલ્મોથી તેનું કોમેડિયન સાથે શ્રેષ્ઠ નામ થયું હતું. એક વર્ષમાં તેમની દશ-બાર ફિલ્મો સિનેમા ઘરોમાં જોવા મળતી હતી. 1951 થી 1988 સુધી સતત સાડા ત્રણ દાયકાની ફિલ્મ યાત્રા બાદ 1997માં ચાચી 4ર0 માં કામ કર્યુ હતું. તેમના યુગમાં મહેમુદ, ઘુમાલ, રાજેન્દ્રનાથ, મુકરી, મોહન ચોટી, આગા, જેવા ઘણા હાસ્ય કલાકારો હતા પણ અનોખી સ્ટાઇલને કારણે જોની વોકર હમેશા નંબર વન રહ્યા હતા. તેમણે અંગ્રેજી ફિલ્મ ‘ધ પરફેકટ મર્ડર ’(1988) માં પણ કામ કર્યુ હતું.

પહેલાની ફિલ્મોમાં હાસ્ય કલાકારને આદર ભર્યુ સ્થાન હતું, અને હિરોની સાથે તેમને લગભગ સમાંતર ભૂમિકા મળતી હતી. 1964માં ગુરૂદત્તના મૃત્યુ બાદ તેની યાત્રા પ્રભાવિત થઇ હતી, પણ તેમની અભિનય કલાથી બિમલ રોય, વિજય આનંદ જેવા ઘણા નિર્માતા પ્રભાવિત હોવાથી તેમને ફિલ્મોમાં કામ મળવાનું ચાલુ જ રહ્યું હતું. 1980ના દાયકામાં બોલીવુડના નવા યુગમાં હિરો જ કોમેડી પાત્ર ભજવતા થયાને કારણે તેની કારકિર્દી ઝાંખી પડી ગઇ હતી.

ફિલ્મોમાં તેમને માટે ખાસ ગીતો લખાતા હતા. ફિલ્મ વિતરકો પણ તેના ગીતો રાખવા આગ્રહ કરતા હતા. તેઓ એક માત્ર અભિનેતા છે. જેના નામ પરથી ફિલ્મ બની છે. તેઓ સેક્રેટરી અને મેનેજર રાખવા માટે પણ પ્રથમ શરૂઆત કરનાર અભિનેતા હતા. મોહમ્મદ રફીએ જોની વોકર માટે અન્ય કોઇ અભિનેતા કરતા સૌથી વધુ ગીતો ગાયા છે. 1985 માં આવેલી ‘પહુંચે હુએ લોગ’ ફિલ્મનું નિર્દેશન પણ જોની વોકરે કર્યુ હતું. તેમણે તેના પુત્રોને ભણાવવા માટે એ જમાનામાં અમેરિકા મોકલ્યા હતા.

દારૂડીયાનો શ્રેષ્ઠ અભિનય કરનાર જોની વોકરે કયારેય દારૂ પીધો જ ન હતો!

‘પ્યાસા’ ફિલ્મમાં ‘તેલ માલિસ – ચંપીવાળા’ની શ્રેષ્ઠ ભૂમિકાથી જોનીવોકર બોલીવુડમાં છવાય ગયા હતા. બાઝી ફિલ્મમાં દારૂડીયાનો શ્રેષ્ઠ રોલ કરનાર આ કલાકારે જીવનભર કયારેય દારૂને હાથ નથી લગાડયો, અંતિમ બે દાયકા તેને શ્રેષ્ઠ જીવન જીવીને નિજાનંદ સાથે પસાર કર્યા હતા. એક જમાનામાં તેમની પાસે ‘રોલ્સ રોયઝ’ કાર પણ હતી. ગુરૂદત્ત સાથે તેમની ધનિષ્ઠ મિત્રતા હોવાથી તેની લગભગ બધી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

જોની વોકરે ‘આનંદ’ ફિલ્મમાં તેમના અભિનયથી દર્શકોને રડાવ્યા હતા. તેમના ઉપર ફિલ્માંકન થયેલા 95 ટકા ગીતો મોહમ્મ રફીએ ગાયા હતા. તેઓને દિલીપકુમાર, દેવઆનંદ અને રાજકપુરનો અભિયન ગમતો હતો. અભિનેત્રીઓમાં નૂરજર્હા, સુરૈયા, મીનાકુમાર, મધુબાલા, વહીદા રહેમાનથી પ્રભાવિત થયા હતા. એકસ્ટ્રા કલાકારમાંથી આર્ટીસ્ટ જોની વોકરને ગુરૂદત્તે જ બનાવ્યા હતા. ફિલ્મોમાં તેને માટે ખાસ ગીતો લખાતા સાથે તેમના નામથી ફિલ્મ બની હોય તેવો એક માત્ર અભિનેતા છે.

સેક્રેટરી અને મેનેજર રાખવાની શરુઆત કરનાર તે પ્રથમ અભિનેતા હતો. તેમણે તેના પુત્રોને એ જમાનામાં અમેરિકા ભણવા મોકલ્યા હતા. તેમને ‘મધુમતિ’ ફિલ્મમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા અને ફિલ્મ ‘શિકાર’માં શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.