Abtak Media Google News

સ્ટેટ લેવલે ભાગ લેવા જનાર વિર્દ્યાીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફી ટ્રેક સુટ અને બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્યોને બ્લેજર અપાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે બોર્ડ ઓફ સ્પોર્ટની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાો સા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધામાં ૪૩ રમતો રમાડવાનું નકકી કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધામાં કુલ ૪૩ રમતો રમાશે. જેમાં મોટાભાગની રમતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમાડવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવશે. તેમજ અલગ અલગ કોલેજોમાં જે તે ગ્રાઉન્ડની વ્યવસ હોય તે કોલેજમાં સ્પર્ધા રમાડવામાં આવશે. ખાસ તો એક પ્રશ્ર્ન એવો હતો કે, તમામ રમતો અત્યાર સુધી રમાતી ન હતી પરંતુ આ વર્ષે તમામ રમત-ગમતમાં વિર્દ્યાીઓ ભાગ લે તેવું વિશેષ આયોજન ઘડવામાં આવ્યું છે. તેમજ સ્ટેટ અને નેશનલ લેવલની સ્પર્ધા પહેલા આંતર કોલેજની તમામ સ્પર્ધાઓ યોજાય જાય તેવો પ્રયત્ન કરવામાં આવશે અને આંતર કોલેજની સ્પર્ધામાં પસંદગી પામેલા વિર્દ્યાીઓ સ્ટેટ લેવલે રમવા જશે. તેઓને યુનિવર્સિટી દ્વારા ટ્રેક સુટ આપવામાં આવશે અને બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્યોને બ્લેજર આપવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે વિર્દ્યાથીઓ શ્રેષ્ઠ દેખાવ કરશે તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલમાં બિરદાવવામાં આવશે. આજની બોર્ડ ઓફ સ્પોર્ટસની મીટીંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેાણી અને ઉપ કુલપતિ વિજય દેસાણીના અધ્યક્ષ સને યોજાઈ હતી. જેમાં શારીરિક શિક્ષણ નિયામક ડો.ધીરેન પંડયા તથા યુવનિર્સિટી સંલગ્ન કોલેજના પીટીઆઈ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.