Abtak Media Google News

-૩૦૩ રાઈફલ, પિસ્તોલ, ૩૧૫ રાઈફલ સહિતના શસ્ત્રોથી આતંકવાદી કરતા હતા પ્રહાર

છતિસગઢમાં ઓપરેશન પ્રહારમાં ૬ માઓવાદીને ગોળીબાર કરી ઠાર મરાયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, માઓવાદીઓમાં એક મહિલા પણ સામેલ હતી જેનું ઔરક્ષામાં સવારે ગોળીબારમાં મોત નિપજયું હતું. આ સિવાયના અન્ય ૫ આતંકીઓને બપોર પછી અકાબેડા વિસ્તારમાં મારી નાખવામાં આવ્યા હતા.

Advertisement

જનરલ પોલીસ ઈન્સ્પેકટર વિવેકાનંદ સિન્હાએ જણાવ્યું હતું કે, દુશ્મનો સાથેની ટકકર ખુબ જ આકરી રહી હતી પરંતુ સેકયુરીટી ફોર્સ આતંકીઓ પર દબાણ ઉભુ કરવામાં સક્ષમ રહ્યા હતા.

જયારે તેમની ડેડ બોડીની તપાસ કરી ત્યારે બધા જ યુનિફોર્મમાં હતા તેવું પોલીસે જણાવ્યું હતું. આતંકીઓ દ્વારા એ-૩૦૩ રાઈફલ, એક પિસ્તોલ, ૩૧૫ રાઈફલ તેમજ અન્ય વિવિધ શસ્ત્રો દ્વારા પ્રહાર કરવામાં આવતો હતો જે પોલીસને તેમની મૃત્યુ બાદ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા. નેકસલ ઓપરેટર ડી.એમ.અવસ્થીએ જણાવ્યું હતું કે, તેમણે અમુક દિવસો પહેલા જ ઓપરેશન પ્રહારની શરૂઆત કરી છે. જેમાં વધુ નવા ઉત્સાહીઓને સુકામા, દંતવાડા અને નારાયણપુર જિલ્લામાંથી નિયુકત કરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ ઓપરેશનનું એડિશનલ સુપરીટેન્ડેન્ટ પોલીસ અનિલ સોની દ્વારા નેતૃત્વ કરવામાં આવે છે. તેમનો લક્ષ્યાંક હજુ બચેલા આતંકીઓને ઠાર મારવાનો છે. સિકયોરીટી ફોર્સને સારા પ્રમાણમાં ઘાતક વિસ્ફોટો મળી આવ્યા છે જેનો તેઓ જલ્દી નાશ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.