Abtak Media Google News

એક જ દિવસમાં ૧૭૬ પોઝિટિવ, સાતના મોત

ગત તા.૧૮મી માર્ચના ગુજરાત અને રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ પ્રથમ કેસ નોંધાયો હતો. રાજ્યના સૌપ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયો હતો. જેના એક માસમાં જ કોરોનાએ ગતિ વધારી એક જ વિસ્તારના ૨૧ લોકો કોરોના સંક્રમણમાં આવી જતા વિસ્તારમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે. એક યુવાનના પોઝિટિવ ની ચેઇન હાલ ૨૧ લોકોને ઝપેટમાં લઇ રોકેટની ગતિએ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો દહેશત હોય તેમ એક જ દિવસમાં વધુ ૧૭૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ સાતનો ભોગ કોરોના વાયરસે લીધો છે.  એક માસસના સમયગાળામાં કોરોના કોવિડ ૧૯ રાજ્યના ૨૪ જિલ્લાઓને સંક્રમણ માં લઈ ૧૨૭૨ લોકોને વાયરસે ઝપેટમાં લીધા હોવાનું નોંધાયું છે. ગઈ કાલે મહિસાગર જિલ્લામાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. વધુ ૭ લોકોના કોરોનાએ ભોગ લેતા કુલ મૃત્યુઆંક ૪૮ સુધી પહોંચ્યો છે.

રાજ્યમાં અને રાજકોટમાં ગત તા. ૧૮મી માર્ચના રોજ મક્કાથી આવેલા જંગલેશ્વર વિસ્તારના યુવાને સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. માર્ચ માસના અંત સુધી કોરોના વાયરસ કાચબા વેગે સંક્રમિત ફેલાયા બાદ એપ્રિલ માસની શરુયાતથી જ કોરોનાએ રોકેટ ગતિએ લોકોને ઝપેટમાં લઈ અત્યાર સુધી કુલ ૨૧ લોકોને કોરોના વાયરસના સંક્રમણમાં આવી જતા જંગલેશ્વર માં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.લોકલ ટ્રાન્સમિશન ના કારણે કોરોના વાયરસે ૨૧ લોકોને ઝપેટમાં લીધા હતા. તેમાં ૧૫ દિવસની માસુમ બાળકીનો પણ સમાવેશ થાય છે. આજ રોજ જંગલેશ્વરના વધુ એક ૪૭ વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટમાં કુલ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને સંખ્યા ૩૧ સુધી પહોંચી છે.

રાજ્યભરમાં કોરોનાની દહેશત ફેલાઈ રહી છે ત્યારે એક જ દિવસમાં રાજ્યમાં વધુ ૧૭૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજ સવારે અમદાવાદ, સાબરકાંઠા અને રાજકોટમાં વધુ એક-એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોનાગ્રસ્ત નો આંકડો ૧૨૭૨ સુધી પહોંચ્યો છે.રાજ્યમાં કોરનાની દહેશતમાં અત્યાર સુધી ૪૮ લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં એક માસમાં જ કોરોના બેકાબુ બની ૧૦૦૦થી પણ વધુ લોકોને ઝપેટમાં લીધા છે. દિનપ્રતિદિન વધતા જતા કેસોને કાબુમાં કરવા આરોગ્યતંત્ર દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં રાજકોટ અને સુરતમાં ગત તા.૧૮મી માર્ચથી કોરોના વાયરસ પોઝિટિવ કેસનો સિલસિલો શરૂ થયો હતો. પ્રથમ પોઝિટિવ કેસના એક માસ બાદ જ વિદેશી યાત્રા, ટ્રાવેલિંગ હિસ્ટ્રી અને સૌથી વધુ લોકલ ટ્રાન્સમિશન ના કારણે કોરોનાએ હાલ ૨૪ જિલ્લાઓમાં પગોએસરો કરી ૧૨૦૦થી પણ વધુ વ્યક્તિઓને ઝપેટમાં લીધા છે. ગઈ કાલે મહિસાગરમાં પણ કોરોનાએ પ્રથમ વ્યક્તિને કોરોના વાયરસ પોઝિટિવ આવતા ૨૪જિલ્લામાં કોરોના ઘર કરી હજારો લોકોને પોતાના સંક્રમણ માં લીધા છે. રાજ્યના પાંચ મહાનગરોમાં ઘણા વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરી કરફ્યુ લગાવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદ, વડોદરા બાદ સુરત સહિત ત્રણ મહાનગરોમાં કોરોના સંક્રમિતનો આંકડો ૧૦૦ને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં એક જ દિવસમાં વધુ ૧૪૩ કેસ નોંધાતા કોરોનાગ્રસ્તની સંખ્યા ૭૬૫ પહોંચી છે જયારે રાજયમાં અમદાવાદમાં ૪ મહિલાઓનાં કોરોનાનાં કારણે મોત નિપજયા છે જયારે સુરતમાં ૧, અરવલ્લીમાં ૧ અને વડોદરામાં ૧-૧ દર્દીઓનો કોરોનાએ ભોગ લેતા એક દિવસમાં કુલ ૭ વ્યકિતઓનાં મોત નિપજતા મૃત્યુઆંક ૪૮ પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ એપિસેન્ટર બનેલા અમદાવાદમાં ૭૬૫ કેસ, વડોદરામાં ૧૫૫ કેસ, સુરતમાં ૧૫૩ કેસ, રાજકોટમાં ૩૧,ગાંધીનગરમાં ૧૭ કેસ, ભરૂચમાં ૨૨ કેસ, ભાવનગરમાં ૨૮ કેસ, આણંદમાં ૨૭ કેસ, સાબરકાંઠામાં ૨ કેસ, નર્મદામાં ૧૧ કેસ, પાટણમાં ૧૫ કેસ, બનાસકાંઠામાં ૯ કેસ, બોટાદમાં ૪ કેસ, છોટા ઉદયપુરમાં ૬ કેસ, દાહોદમાં ૩ કેસ, પંચમહાલમાં ૯ કેસ, ખેડામાં ૩ કેસ, કચ્છમાં ૪ કેસ, મોરબીમાં ૧ કેસ, જામનગરમાં ૧ કેસ, પોરબંદરમાં ૩ કેસ, ગીર સોમનાથમાં ૨ કેસ, મહેસાણામાં ૪ કેસ અને અરવલ્લીમાં ૧ કેસ પોઝિટિવ નોંધાયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.