Abtak Media Google News

જન્મ દિવસની ઉજવણી કરવા નશો કરી નાસ્તો કરવા જતા બાઇક સાથે સ્કોર્પીયો અથડાતા માથાકૂટ કરી: બાઇક નંબરના આધારે તમામની ધરપકડ કરી પોલીસે જાહેરમાં સરભરા કરી 

માલવીયા ચોકમાં દા‚ના નશામાં બે કારના કાચ ફોડી રાહદારીઓની ધોલાઇ કરી આતંક મચાવતા છ શખ્સોની પોલીસે ધરપકડ કરી સરઘસ કાઢી આકરી પૂછપરછ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે સાંજે બાઇક પર જતા શખ્સ સાથે સ્કોર્પીયોના ચાલકે કાવો મારતા બંને વચ્ચે થયેલી બોલાચાલીના કારણે ઉશ્કેરાયેલા છ શખ્સોએ બે કારના કાચ ફોડી ત્રણ થી ચાર જેટલા રાહદારીઓની સરાજાહેર માર મારી આતંક મચાવ્યો હતો.સરાજાહેર લુખ્ખાગીરી કરી હુમલો કરતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે બેડી ગામના નૈમિષભાઇ ગીરીશભાઇ ગણાત્રાની ફરિયાદ પરથી ગુનો નોંધી બાઇક નંબરના આધારે આશાપુરામાં રહેતા સુરજ નિતેશ ‚પારેલીયાની ધરપકડ કરતા ગઇકાલે પોતાના મિત્ર સાદિર રફીક ભટ્ટીનો જન્મ દિવસ હોવાથી દા‚નો નશો કરી ઘનશ્યામનગરના જીતેન્દ્ર દિલીપ ઝાલા, હિરેન રણજીત કોળી, રાધેકૃષ્ણ સોસાયટીના મનિષ હરેશ હરીયાણી, રવિ અનંત જોબનપુત્રા અને સાદીર રફીક ભટ્ટી નાસ્તો કરવા જતા હતા ત્યારે માલવીયા ચોકમાં બાઇક સાથે સ્કોર્પીયો અથડાતા સહેજમાં રહી જતા બોલાચાલી થતા તમામે એક સંપ કરી કાર ચાલકને માર માર્યો હતો અને વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો તેને પણ માર મારી બે કારના કાચ ફોડી નાખ્યાની કબૂલાત આપી હતી.એ ડિવિઝન ઇન્ચાર્જ પી.આઇ. એલ.એલ.ચાવડા, પી.એસ.આઇ.જે.બી.ખાંભલા, હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ગોહિલ, જગદીશભાઇ વાંક અને નરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે તમામની ધરપકડ કરી માલવીયા ચોકમાં લઇ જઇ આકરી પૂછપરછ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.