Abtak Media Google News

સેવાભાવી લોકોએ બચાવ કાર્ય હાથ ધરી ઘવાયેલાને હોસ્પિટલમાં ખસેડયા

પોરબંદર નેશનલ હાઇવે પર ધોરાજીની ભૂખી ચોકડી પાસે નેશનલ હાઇવે રોડ પર કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માતમાં ૬ ને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે આ અંગેની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના ભૂખી ચોકડી હાઇવે પર મારુતી કાર અકસ્માતે પલ્ટી ખાઇ જતાં રોડની સાઇડમાં ઉંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં મારુતી કારમાં બેસેલા કંચનબેન સામતભાઇ, ભરતભાઇ પૂજાભાઇ, નયનાબેન હર્ષદભાઇ, ભરતભાઇ, સામતભાઇ ભુવા, અને કેરવી હર્ષદભાઇને ગંભીર ઇજા થતાં ધોરાજી બાદ વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કાર અકસ્માતે પલ્ટી ખાઇ જતા ઉંડા ખાડામાં કાર પલ્ટી ખાઇને પડી જતાં આ બનાવની જાણ થતાં તાબડતોડ સેવાભાવી લોકોએ ઉંડા ખાડામાં પડેલ કારમાંથી ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.