Abtak Media Google News

૨૭૨ બોટલ દારૂ અને કાર મળી રૂ.૧.૫૫ લાખનો મુદામાલ કબજે: બે ફરાર

પૂર્વ કચ્છના આડેસર નજીક આવેલા કે.ડી.એમ પંપ પાસે સ્થાનિક પોલીસે કારમાંથી ૨૭૨ બોટલ દારૂ કબજે કરી નાસી છુટેલા બે શખ્સોની શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પૂર્વ કચ્છમાં જિલ્લા પોલીસ વડાએ દારૂ-જુગારની બદી ડામવા આવેલી સુચનાને પગલે આડેસરા પોલીસ મથકના પી.એસ.આઈ કે.બી.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે હાઈવે પર આવેલા કેડી.એમ.પંપ સામે સ્ટાફે વોંચ ગોઠવી હતી.

વોંચ દરમિયાન નંબર વગરની પુરપાટ ઝડપે આવતી કારને અટકાવવાના પ્રયાસ કરતા ચાલક કાર લઈને નાસી છુટતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક સહિત બે શખ્સો કાર મુકી નાસી છુટયા હતા. પોલીસે કારની તલાશી લેતા રૂ.૯૫ હજારની કિંમતનો ૨૭૨ બોટલ દારૂ સહિત મળી રૂ.૧.૫૫ લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા બે શખ્સોની શોધખોળ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.