Abtak Media Google News

અભયસિંહ ચુડાસમા,  ગિરીશ સિંઘલ, ઉષા રાડા, સાગર બાગર, રાજેન્દ્રસિંંહ સરવૈયા અને ભુપેન્દ્ર દવે, સી.બી.આઈના બે ઓફીસરોનો પણ સમાવેશ

કેન્દ્ર સરકારે મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના છ પોલીસ અધિકારી અને બે ઈઇઈંના અધિકારીને આ સન્માન મળ્યું છે, જેમાં આઇજીપી અભય ચૂડાસમા, આઈજીપી ગીરીશ સિંઘલ, ડે. પોલીસ કમિશનર ઉષા રાડા, જેતપુરના તત્કાલીન એસપી અને હાલ સુરત ડીસીપી  સાગર બાગમાર, સુરતના તત્કાલીન એસીપીક ક્રાઈમ રાજેન્દ્રસિંહ સરવૈયા, એસીપી ભૂપેન્દ્ર દવેને મેડલ આપવા આવ્યા છે, તેમજ સીબીઆઈ  એસ એસ ભદૌરીયા અને હિમાંશુ શાહને પણ મેડલથી નવાઝવામાં આવ્યા છે.

દેશમાં 151 પોલીસ કર્મચારીઓને એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન મેડલ આપવામાં આવ્યા ત્યારે દેશનાં અલગ અલગ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના 151 પોલીસ કર્મચારીઓને ’તપાસમાં શ્રેષ્ઠતા’ (મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન ) માટે વર્ષ 2022 માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારો મેળવનારમાં સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, એમપી પોલીસ અને યુપી પોલીસના 10-10, કેરળ પોલીસ, રાજસ્થાન પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસના 8-8નો સમાવેશ થાય છે ગુજરાતમાં પણ કુલ 8 અધિકારીને આ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ સંગઠનોના અધિકારીઓને પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ મેડલ મેળવનારમાં 28 મહિલા પોલીસ અધિકારીઓનો પણ સામેલ છે.

ગોંડલની નિખીલ દોંગાની ગેંગ સામે ગુજશીટોક હેઠળ  સાગર બાગમટે ઉતમ અને ઝડપી કરેલી કામગીરીની   ગૃહમંત્રાલયે નોંધ લઈ તેમની પસંદગી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.