Abtak Media Google News
  • જે જવાબદારી સોંપાય તેને ખંતથી નિભાવાના એકમાત્ર સિધ્ધાંતને વરેલા
  • સંગઠનના સારથી ગણાતા મુકેશ દોશીએ બુથ સમિતિથી લઇ વિવિધ પ્રકલ્પો માધ્યમથી સંગઠન માળખાને વધુ મજબૂત બનાવ્યું
  • રાજકીય ક્ષેત્રની સાથો સાથ સામાજીક ક્ષેત્રે પણ અગ્રેસર રહી પાર્ટીની વિચારધારા સાથે વિવિધ લોકોને જોડવા બન્યા મહત્વની કડી

રાજકોટ ન્યૂઝ :  રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશીએ પ્રમુખ તરીકે આજે 1 વર્ષ પૂર્ણ કરેલ છે. મુકેશભાઈ રાજકીય અને સામાજીક કારકીર્દી દરમ્યાન અને પોતાના સરળ અને મિલનસાર સ્વભાવથી અસંખ્ય યુવાનોના આદર્શ, માર્ગદર્શક બની તેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓથી લઈને નાનામાં નાના કાર્યકરો તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી ભારતીય જનતા પક્ષ સાથે જોડી પક્ષને મજબુત બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. પ્રદેશ ભાજપની યોજના અનુસાર ભાજપની સંગઠનલક્ષી પ્રક્રિયા અંતર્ગત રાજકોટ શહેરના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, હોદેદારો, પદાધિકારીઓ, મોરચા, સમિતી, સેલ સહિતના સાથે સંગઠનલક્ષી કાર્યક્રમોમાં પ્રદેશની સુચના અનુસાર કાર્યક્રમો ઘડી પાર્ટીને નિષ્ઠાવાન દરેક બુથમાં બુથ કિંમતીની રચના કરવામાં આવી જેથી કરીને પક્ષને આવતા પાંચ વર્ષ સુધી તે માળખુ સબળ બની રહે તે માટે શહેર પ્રમુખ મુકેશ દોશીએ વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને મળી તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના વોર્ડમાં પ્રવાસ કરેલ. જેમાં 4500 કાર્યકર્તાઓ સાથે મળી તેમને ભારતીય જનતા પાર્ટીની કાર્યપધ્ધતિ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે સીધો જનસંપર્ક કરવા માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી પોતાનો આર્થિક વિકાસ થાય, દેશનો વિકાસ થાય અને વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગરીબ દેશવાસી તેનો લાભ લઈ શકે પોતાનો આર્થિક ઉધ્ધાર કરી શકે તેવા હેતુથી શહેર પ્રમુખ મુકેશ દોશીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે. પીએમ વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજનામાં વિવિધ સમાજના કારીગરો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે અથાગ મહેનત કરી અને વધુને વધુ કારીગરોને તેનો લાભ અપાવ્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અયોધ્યા ખાતે રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકોટ શહેરની ધાર્મિક પ્રજાને સહભાગી થવા માટે ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અયોધ્યાના રામ મંદિરની આબેહુબ પ્રતિકૃતિનો 2થ શણગારી રથમાં રામજીની પાદુકાનું રાજકોટ શહેરીજનો પૂજન અર્ચન કરી શકે તે માટે એક ભવ્ય ફલોટસ તૈયાર કરવામાં આવેલ હતો. આ રથને તમામ વોર્ડમાં ફેરવવામાં આવેલ હતો અને શહેરીજનોની ખુબ જ શુભેચ્છા પ્રાપ્ત કરી હતી.

રાજકીય ક્ષેત્રની સાથો સાથ સામાજી ક્ષેત્રે પણ અગ્રેસર રહી પાર્ટીની વિચારધારા સાથે વિવિધ લોકોને જોડી પાર્ટીને મજબુત બનાવી છે. ત્યારે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોક્સભાના ઉમેદવારની જીત પાંચ લાખથી વધુ લીડથી ભવ્ય વિજય થાય તે માટે માઇક્રોપ્લાનીંગ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓને બુથ, શક્તિકેન્દ્ર, વોર્ડ અને મહાનગર કક્ષાએ ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપવામાં આવેલ. ઉપરાંત વિવિધ 45 થી વધુ સમાજના આગેવાનો તેમજ સમાજ સાથે બેઠકો યોજી હતી. રાજકોટ શહેરના અનુસુચિત જનજાતી પણ દેશના વિકાસમાં પાછળ ન રહે તે માટે રાજકોટ શહેર અનુસુચિત જનજાતીના મોરચાની શહેરમાં પ્રથમ વખત નિમણુંક કરવામાં તેઓ અગ્ર સ્થાને રહ્યા હતા.

કેન્દ્ર સરકારથી પક્ષના જવાબદાર વ્યક્તિને સોંપવામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નમો એપ ડાઉનલોડ કરવાની યોજનામાં દશ હજાર નમો એપ ડાઉનલોડ કરાવી લક્ષ્યાંક પુરો કરવામાં શહેર ભાજપ પ્રમુખ અગ્રસ્થાને રહ્યા તેમજ માઇક્રો ડોનેશન અંતર્ગત વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સહિતના સાથે 200 માઇક્રો ડોનેશન ઉપલબ્ધ કરવામાં સફળ કામગીરી કરેલ છે. આવા વિવિધ કામો માટે તેમજ રાજકોટ શહેરના કાર્યક્રમોને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિનંદન પાઠવેલ અને સાથો સાથ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તરફથી ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

 

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.