Abtak Media Google News

સુરત શહેરના પોશ વિસ્તારમાં ચાલતા સ્પામાં દેહવ્યાપારના ધંધા માટે થાઇલેન્ડની 19 યુવતીઓ સપ્લાય કરનાર સૂત્રધાર થાઇલેન્ડની સ્માઇલીને ક્રાઇમબ્રાંચે પુરાવા એકત્ર કરી વેસુના VR મોલના પાર્કિગમાંથી પકડી પાડી છે. ક્રાઇમબ્રાંચે સ્માઇલીનો કબજો ઉમરા પોલીસને સોંપ્યો હતો. ઉમરા પોલીસે રવિવારે કોર્ટમાં સ્માઇલીને રજૂ કરાતા લાજપોર જેલમાં ધકેલી દીધી છે.

થાઇલેન્ડની ફાટયાડા ઉર્ફે સ્માઇલી કીડફોખીનકુન(33)(રહે,બાપુ નગર,મગદલ્લા,મૂળ રહે,થાઇલેન્ડ) સામે ઉમરા પોલીસમાં દેહવ્યાપારના 3 ગુનાઓમાં વોન્ટેડ હતી. પોલીસ તપાસમાં સ્માઇલીએ થાઇલેન્ડથી 19 થાઇ યુવતીઓને દેહવ્યાપારના ધંધામાં સુરતમાં સ્પામાં સપ્લાય કરી હતી. મોટેભાગે સ્માઇલી સ્પામાં ભાગીદારી રાખી થાઇલેન્ડની યુવતીઓ પાસે વેશ્યાવૃતિ કરાવતી હતી. સ્પા ચલાવતા સંજય, સુર્યા, કબીર, દિનેશ, કેતન અને હાર્દિક સાથે પણ સ્માઇલીની ભાગીદારી હોવાની આશંકા છે. ખરેખર ઉમરા પોલીસ સ્માઇલીની કોલ ડિટેઇલ્સની તપાસ કરાવે તો સ્પાના સંચાલકોના નામો બહાર આવી શકે છે.

સ્માઇલી સામે પહેલીવાર ગુનો દાખલ થયો ત્યારે તેનો મોબાઇલ નંબર અને IMEI નંબર મેળવી તપાસ શરૂ કરી, સ્માઇલી થાઇ યુવતીઓને ફૂડ સપ્લાય કરતી, રેસિડન્સ એડ્રેસ, સ્પાના કામનું સ્થળ આ તમામ હકીકતો મેળવી પુરાવા એકત્ર કરી ક્રાઇમબ્રાંચે સ્માઇલીને દબોચી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.