Abtak Media Google News

જપ્તી નોટિસ રદ કરાવવા અરજદારોને ધરમના ધકકા

 

Advertisement

બાકી વેરો વસુલવા માટે કોર્પોરેશનની ટેકસ બ્રાંચ દ્વારા બાકીદારોને મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવી રહી છે દરમિયાન શહેરના વોર્ડ નં.૧૦માં અનેક કરદાતાઓએ ૬ માસ પહેલા વેરા પેટેની તમામ રકમ ભરપાઈ કરી દીધી હોવા છતાં મિલકત જપ્તીની નોટિસ ફટકારી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આટલું જ નહીં હવે આ જપ્તી નોટિસ કેન્સલ કરાવવા માટે અરજદારોને કચેરીએ ધકકા ખવડાવવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૧૦માં ગઈકાલે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં.૧માં એક કરદાતાને કોર્પોરેશનના સ્ટાફ દ્વારા મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. રૂ.૧૦૨૨૬૫નો વેરો જો પાંચ દિવસમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકત વેચાણ કરી શકાશે નહીં તેવી તાકીદ કરવામાં આવતા કરદાતા ચોંકી ઉઠયા હતા. કારણકે આ કરદાતાએ ગત ઓગસ્ટ માસમાં જ વેરા પેટે રૂ.૫૨,૪૪૦ મહાપાલિકામાં જમા કરાવી દીધા હતા. આ એક નહીં અનેક કરદાતાઓ પાસે વેરા પેટે એક રૂપિયાનું પણ બાકી લેણું નિકળતું ન હોવા છતાં ટેકસ બ્રાંચે મિલકત જપ્તીની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ જપ્તી નોટિસ કેન્સલ કરાવવા માટે મિલકત ધારકને લેખિતમાં અરજી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.